વિવિધ વિભાગ
News of Thursday, 22nd October 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

દુઃસ્વપ્નો

''જયારે તમારૂ મન તમારા સ્વભાવ કરતા વિરૂદ્ધમાં કઇ કરે છે, ત્યારે અચેતન મન પહેલા નમ્રતાથી તમને સંદેશો આપે છે. પરંતુ જો તમે સાંભળતા નથી તો તે દુઃસ્વપ્ન બની જાય છે.''

દુઃસ્વપ્ન કઇ જ નથી પરંતુ તમારા અંરઆત્માનો અવાજ છે હતાશાનું રૂદન છે કે તમે તમારી જાતથી બહુ દુર જતા રહ્યા છો અને તમે તમારા અસ્તીવત્વને ચૂકી જશો ફરીથી પાછા આવી જાવ ! તે એવું જ છે કે બાળક જંગલમાં ખોવાઇ જાય અને માતા બાળકના નામની બુમો અને ચીસો પાડે દુઃસ્વપ્ન બરાબર એ જ છે તેથી તમારા સ્વપ્નો સાથે મીત્રતા મેળવો.

ધીમે-ધીમે તમે જોશો કે તમે અને તમારૂ અચેતન એકબીજાની વધારે અને વધારે નજીક આવતા જશો તમે જેટલા વધારે નજીક આવશો તેટલા સ્વપ્નો ઓછા થશે કારણ કે પછી સ્વપ્નની કોઇ જરૂર જ નથી. અચેતન તેનો સંદેશ તમે જાગૃત હશો ત્યારે પણ આપી શકસે તમે ઉંઘી જાવ ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી તે તેનો સંદેશો તમને ગમે ત્યારે આપી શકે છે.

તમે જેટલા વધારે અને વધારે નજીક આવતા જશો. તમારૂ અચેતન અને ચેતન મન એકબીજા સાથે ભળવાની શરૂઆત થઇ જશે. આ એક અદ્દભૂત અનુભવ છે. તમને પહેલીવાર સંપૂર્ણ હોવાનો અહેસાસ થશે તમારા અસ્તીત્વનો કોઇ ભાગ વરોધ નહી કરે. તમે તમારી સંપૂર્ણતા સ્વીકારી લીધી છે. તમે સંપૂર્ણ બનવાનું શરૂ કરી દીધું છે.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(9:58 am IST)