Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૩-૧૦-ર૦ર૦,શનિવાર
અધિક આસો વદ-ર, (વૃદ્ધિતિથિ), પંચક-૮-પ૧ સુધી, બીજ વૃદ્ધિ-તિથિ છે
સૂર્ય-કન્યા
ચંદ્ર-મીન
મંગળ-મેષ
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪૦
સૂર્યાસ્ત-૬-૩૧
જૈન નવકારશી-૭-ર૮
ચંદ્ર રાશિ-મીન (દ.ચ.ઝ.થ.)
૮-પ૧થી મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-રેવતી
૮-પ૧થી અશ્વિની
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૧રથી ૧ર-પ૯ સુધી
૮-૦૯થી શુભ-૯-૩૮ સુધી, ૧ર-૩૬થી ચલ-લાભ-અમૃત-૧૭-૦ર સુધી, ૧૮-૩૧થી લાભ-ર૦-૦ર સુધી, ર૧-૩૩ થી શુભ-અમૃત-ચલ-ર૬-૦૭ સુધી
શુભ હોરા
૭-૩૯થી ૮-૩૯ સુધી, ૧૦-૩૭થી ૧૩-૩પ સુધી, ૧૪-૩૪થી ૧પ-૩૩ સુધી, ૧૭-૩રથી ર૦-૩૩ સુધી
બ્રહ્માંડના સિતારા
અભ્યાસમાં સફળતા મેળવવા માટેનું ખૂબજ સરળ સાધન છે. તમારો આત્મ વિશ્વાસ તમારી યાદ શકિતને સતેજ કરે છે. તમોને વિશ્વાસ હોવો જોઇએ કે હું બરોબર મહેનત કરૂ છું અને જરૂર હું સફળ થઇશે. બીજુ તમારા મિત્રોની દેખા દેખી ન કરવી તમારા પરિવારની આવકને ધ્યાનમાં રાખીને ખર્ચ કરવો. પરિક્ષામાં તમો સફળ થાવ છો કે નથી થતાં તેને બહુ મહત્વ ન આપતા તમોએ મહેનત કરેલી છે તે ખૂબજ મહત્વનું છે. ઘણી વખત ડીગ્રી ન હોવા છતાં ખૂબજ ટેલન્ટ હોય છે અને ખૂબજ સારી જગ્યાએ નોકરી કરે છે કે પોતાનો ધંધો કરે છે કોઇ પણ સ્થિતિમાં હતાશ ન થવું-રોજ સૂર્ય નમસ્કાર કરવા.