Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧૭-૯-ર૦ર૦,ગુરૂવાર
ભાદરવા વદ-અમાસ
અમાસનું શ્રાધ્ધ, દર્શ અમાવાસ્યા, ચૌદશનું-પૂનમ-અમાસનું શ્રાધ્ધ સર્વપિતૃ
અમાસ, અન્વાધાન
સૂર્ય-કન્યા
ચંદ્ર-સિંહ
મંગળ-મેષ
બુધ-કન્યા
ગુરૂ-ધન
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩પ
સૂર્યાસ્ત-૬-૪૭
જૈન નવકારશી-૭-ર૩
ચંદ્ર રાશિ- સિંહ (મ.ટ.)
નક્ષત્ર-પૂર્વા ફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૧૭થી ૧૩-૦પ સુધી, ૬-૩પથી શુભ-૮-૦૭ સુધી, ૧૧- ૧૦થી ચલ-લાભ-અમૃત-૧પ-૪૪ સુધી, ૧૭-૧પથી શુભ-અમૃત-ચલ-ર૧-૪૪ સુધી
શુભ હોરા
૬-૩પથી ૭-૩૬ સુધી,
૯-૩૮થી ૧ર-૪૧ સુધી,
૧૩-૪ર થી ૧૪-૪૩ સુધી,
૧૬-૪પ થી ૧૯-૪૬ સુધી,
બ્રહ્માંડના સિતારા
આજે ભાદરવી અમાસ છે. શ્રાધ્ધનો છેલ્લો દિવસ-ધર્મ કરવા માટે દાનપુન કરવા માટે ઉત્તમ દિવસ જેઓને પોતાના પિતૃઓની કોઇ તિથિ કે તારીખનો ખ્યાલ ન હોય તેઓને આજના દિવસે પિતૃઓને યાદ કરીને ઇશ્વરને પ્રાર્થના કરવી કે હે ઇશ્વર અમારા પિતૃઓ જયાં પણ જન્મ લીધેલ હોય જયાં હોય ત્યાં ઇશ્વર તેઓને સુખી રાખે અને પિતૃઓ હંમેશા આપણી ઉપર કૃપા વરસાવે અને આપણને મદદ કરે સુખી કરે- તેમના વતી જરૂરીયાત વાળા વ્યકિતને મદદ કરવી પોતાના પરિવારના નબળા-ભાઇ બહેનોને આર્થિક મદદ કરવી. અમુક રકમ નક્કી કરીને વર્ષ દરમ્યાન તેનો સદ્ઉપયોગ કરવો ગાયને ઘાસ નાખવું અને ઇશ્વરના માતાજીના જાપ કરવા વડીલોના આશિર્વાદ લેવા