Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧૮-૯-ર૦ર૦,શુક્રવાર
અધિક આસો સુદ-૧, ચંદ્ર દર્શન, પુરૂષોત્તમ મહિનો શરૂ, કુમાર યોગ ૦૭-૦૪ થી ૧ર-પ૧,
સૂર્ય-કન્યા
ચંદ્ર-કન્યા
મંગળ-મેષ
બુધ-કન્યા
ગુરૂ-ધન
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૬
સૂર્યાસ્ત-૬-૪૬
જૈન નવકારશી-૭-ર૪
ચંદ્ર રાશિ- કન્યા (પ.ઠ.ણ)
નક્ષત્ર-ઉત્તરા ફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૧૬ થી ૧૩-૦પ સુધી, ૬-૩૬થી ચલ-લાભ-અમૃત-૧૧-૦૯ સુધી, ૧ર-૪૧ થી શુભ-૧૪-૧ર સુધી, ૧૭-૧પ થી ચલ-૧૮-૪૬ સુધી, ર૧-૪૩ થી લાભ-ર૩-૧ર સુધી,
શુભ હોરા
૬-૩૬ થી ૯-૩૮ સુધી, ૧૦-૩૯થી ૧૧-૪૦ સુધી, ૧૩-૪ર થી ૧૬-૪૪ સુધી, ૧૭-૪પ થી ૧૮-૪૩ સુધી
બ્રહ્માંડના સિતારા
આજથી અધિક આસો મહિનાની શરૂઆત થશે જેને પુરૂષોતમ મહિનો કહેવાય છે. પુરૂષોત્તમ તે અર્થ થાય. આ મહીનો પણ કર્મધર્મ માટે ઉત્તમ રહેવાનો છે. આ મહિનાની શરૂઆતમાં શનિ સ્વગૃહી-મંગળ સ્વગૃહીએ બધુ પણ સ્વગૃહી બને છે તો રાહુ ઉચ્ચનો છે. શુક્ર શનિનો કેન્દ્રયોગ રાજયોગ બનાવે છે. જેથી આ મહિનો ધાર્મિક રીતે ખૂબજ અગત્યનો છે. લોકો બુદ્ધિપૂર્વક પોતાના ધનનો ઉપયોગ કરશે. જેમાં ખાસ શનિ સ્વગૃહી છે જેથી ગરીબ વ્યકિતઓને મદદ કરવાથી સોગણુ પૂન્ય મલે. અહીં ખરેખર મદદ જરૂરીયાત વાળી વ્યકિત ં છે તે બુદ્ધિપૂર્વક નક્કી કરવું. ઘણી એવી વ્યકિતઓ છે જેઓ કદાપી હાથ લાંબો નથી કરતી પણ ખરેખર જરૂરીયાત હોય છે.