Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨૪-૯-ર૦ર૦,ગુરૂવાર
અધિક આસો સુદ-૮, દુર્ગાષ્ટમી, ભદ્રા-૭-રપ સુધી,
રવિયોગ-૧૮-૧૦થી શરૂ,
સૂર્ય-કન્યા
ચંદ્ર-ધન
મંગળ-મેષ
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૭
સૂર્યાસ્ત-૬-૪૦
જૈન નવકારશી-૭-રપ
ચંદ્ર રાશિ- ધન (ભ.ફ.ધ.ઢ.)
નક્ષત્ર-મૂળ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૪થી અભિજીત-૧૩-૦૩ સુધી
૬-૩૭થી શુભ-૮-૦૮ સુધી, ૧૧-૦૮થી ચલ-લાભ-અમૃત-૧પ-૩૯ સુધી, ૧૭-૧૦થી શુભ-અમૃત-ચલ-ર૧-૩૯ સુધી
શુભ હોરા
૬-૩૭થી ૭-૩૮ સુધી, ૯-૩૮થી ૧ર-૩૯ સુધી, ૧૩-૩૯ થી ૧૪-૩૯ સુધી, ૧૬-૩૯થી ૧૯-૪૦ સુધી
બ્રહ્માંડના સિતારા
કયારેક જીવનમાં અચાનક બદલાવ આવે છે. સરળ રીતે ચાલતી જીંદગીમાં અચાનક કોઇ મુશ્કેલીઓ આવે છે ત્યારે વ્યકિતનું મગજ શૂન્ય અવકાશ થઇ જાય છે અને આવા સમયે ઘણી વખત કોઇ સારૂ માર્ગદર્શન આપવા વાળી વ્યકિતઓ પણ નથી. મલતી ઉલટાનું પરેશનનીઓ વધે તેવી સલાહ આપે છે. ઘણા લોકો મારી પાસે આવીને કહેતા હોય છે કે અમોએ હજારો રૂપિયા લાખો રૂપિયા ખર્ચેલ છે, પણ પરિણામ શૂન્ય તો પછી શું કરવું ? શું ગ્રહોની ચાલને કોઇ બદલી શકે છે-આ બધી બાબતો માટે ઘણું લખી શકાય-ન્યુઝ પેપરના પાનાઓના પાના ભરાય જાય તમોને સર્જનાત્મક ઉર્જાની જરૂર છે તો તે ઉર્જા મેળવો. ઇશ્વર ઉપર શ્રદ્ધા રાખો.