Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

રાજકોટ જિલ્લા - તાલુકા પંચાયતના ૮૦૦ ઉમેદવારોનું કાલે ભાવિ ખૂલશે : વીરાણી પરાંત ગોંડલ - જેતપુર - ધોરાજી - ઉપલેટા - જસદણ - વિંછીયા - પડધરીમાં ગણત્રી

રાજકોટની વીરાણી હાઇસ્‍કુલ ખાતે ૧૦+૧૦ ટેબલો ગોઠવાયા : કુલ ૧૮૬ ટેબલો - રાઉતની કાર્યવાહી : પડધરીમાં એકી સાથે ત્રણ તાલુકાની ગણતરી : સૌ પ્રથમ પોસ્‍ટલ બેલેટની ગણત્રી : કુલ ૩ હજારનો ગણત્રી સ્‍ટાફ

રાજકોટ તા. ૧ : રવિવારે રાજકોટ જિલ્લા - તાલુકા પંચાયતની ચૂંટણીની ગણત્રી પૂરી થઇ. હવે કાલે સવારે ૯ વાગ્‍યાથી રાજકોટ જિલ્લા - તાલુકા પંચાયત ચૂંટણીમાં જે ૮૦૦ ઉમેદવારોનું ભાવિ કેદ થયું છે, તે ખુલશે અને તે સાથે ભારે ઉત્તેજના છવાશે.

રાજકોટમાં વીરાણી હાઇસ્‍કુલ ખાતે રાજકોટ જિલ્લા પંચાયતની ૬, બેઠક તો રાજકોટ તાલુકાની ૨૨-બેઠક બે પાર્ટ પાડી ગણત્રી થશે. આ માટે ૧૦+૧૦ એમ કુલ ૨૦ ટેબલો ગોઠવવામાં આવ્‍યા છે, જિલ્લામાં કુલ ૭ તાલુકા ક્ષેત્રમાં જિલ્લા - તાલુકા પંચાયતની ગણત્રીમાં ૧૮૬ ટેબલો ઉપર રાઉન્‍ડ વાઇઝ ગણત્રી કરાશે.

પડધરીમાં ત્રણ તાલુકા લોધીકા - કોટડા સાંગાણી અને પડધરીની તો ધોરાજીમાં ધોરાજી - જામકંડોરણાની મતગણતરી કરાશે, કુલ ૧૧ સ્‍થળ ગણત્રી માટે ફાઇનલ કરાયા છે, ગણત્રી માટે ૩ હજારનો ગણત્રી સ્‍ટાફના ઓર્ડર કરાયા છે.

જિલ્લા - તાલુકા પંચાયતમાં પોસ્‍ટલ બેલેટ માટે કુલ ૨૧ ટેબલો ગોઠવાયા છે, પોસ્‍ટલ બેલેટના મતો ગણાયા બાદ સવારે ૯ વાગ્‍યાથી ઇવીએમના મતોની ગણત્રી થશે.

રાજકોટમાં વિરાણી હાઇસ્‍કુલ ખાતે ગોંડલમાં સેન્‍ટમેરીઝ સ્‍કુલ, જેતપુર - સેન્‍ટ ફ્રાન્‍સીસ હાઇસ્‍કુલ, ધોરાજી - નવી ભગવતસિંહજી હાઇસ્‍કુલ, ઉપલેટા - ટાવરવાળી તાલુકા શાળા, જસદણ - મોડલ સ્‍કુલ, વિંછીયા - તાલુકા સેવા સદન અને પડધરીમાં સરકારી કોલેજ ખાતે ગણત્રી થશે.

દરેક સ્‍થળે જિલ્લા - તાલુકા પંચાયતની ચૂંટણીના મતોની ગણત્રી માટે ૭ થી ૧૪ અને અમુક સ્‍થળે ૫ થી ૨૦ ટેબલો ગોઠવવામાં આવ્‍યા છે, કુલ ૧૮૬ ટેબલો ઉપર રાઉન્‍ડ વાઇઝ કાર્યવાહી થશે.

(12:25 pm IST)