Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

રાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારો દ્વારા મતાધિકારનો ઉપયોગ : ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ મોટી સંખ્‍યામાં મતદારો ઉમટયા

રાજકોટ : રાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારો દ્વારા મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ મોટી સંખ્‍યામાં મતદારો ઉમટ્‍યા હતા. લોધિકાના ખિરસરા માં ધારાસભ્‍ય લાખાભાઈ સાગઠીયા, કાળીપાટમાં ભુપતભાઈ બોદર , રાવકીમા સુરૂભા (આરટીઓ વાળા) તથા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં જુદા જુદા આગેવાનો અને ગ્રામજનો એ મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં ભૂપતભાઇનું ફેમેલી, લાખાભાઇ સાગઠીયા, સુરૂભા જાડેજા (આરટીઓ), મનોજભાઇ રાઠોડ, વૃધ્‍ધ, દિવ્‍યાંગ લોકોએ મતદાન કર્યું હતું. ત્રંબા બેઠકના ઉમેદવારો ભૂપતભાઇ બોદર, વોર્ડ નં. ૧૨ના કોર્પોરેટર ડો. પ્રદિપ ડવ, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા (પિન્‍ટુભાઇ - ખાટડી), કોર્પોરેટર સંજયસિંહ રાણા, વિકમ ભરવાડ, પિયુષ માટીયા, રાજુ કીકાણી, મોન્‍ટુભાઇ, સુખુભા ઝાલા વિગેરેએ મતદાન કર્યું હતું. નીચેની તસ્‍વીરમાં સુરેન્‍દ્રનગરની જવાબદારીમાં નિતીનભાઇ ભારદ્વાજ તથા બેડી ખાતે વિજય કોરાટ, સતીષ શિંગાળા, રાજભાઇ ચાવડા નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

 

(12:27 pm IST)