Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ગોંડલ રોડ ચોકડી પાસે ટ્રક અકસ્માતમાં રાજસ્થાની યુવાનને બંને પગે ગંભીર ઇજા

રાજકોટ તા. ૧: ગોંડલ રોડ ચોકડીએ વહેલી સવારે આગળના ટ્રક ચાલકે અચાનક બ્રેક લગાવતાં પાછળ બીજો ટ્રક અથડાતાં આ ટ્રકના ચાલક મુળ રાજસ્થાનના હાલ જામનગર રહેતાં ઓમપ્રકાશ રમણસિંહ રાવત (ઉ.વ.૩૦)ને બંને પગમાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ આજીડેમ પોલીસને જાણ કરી હતી. ઓમપ્રકાશ ટ્રક લઇ વડોદરા જવા નીકળ્યો હતો અને આ અકસ્માત નડ્યો હતો.

(1:08 pm IST)