Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

૮ મી એ વિજયભાઇના હસ્તે ડીજીટલ સેવા સેતુનું લોન્ચીંગ રાજકોટના ૮૩ સહિત કુલ રપ૦૦ ગામડા આવરી લેવાયા

પ્રથમ તબક્કામાં રાજકોટ જીલ્લાના ૮૩ ગામડા આવી ગયા બાદ બાકીના પ૧ર ગામો તબક્કાવાર લેવાશે : કુલ ત્રણ તબક્કામાં સેવાઓ આવરી લેવાશે : ગામડાની પ્રજાએ તાલુકાના જન સેવા કેન્દ્ર ઉપર આવવુ નહિ પડે

રાજકોટ, તા. ૩૦ :  આગામી ૮મીએ રાજય સરકાર અત્યંત મહત્વની એવી ડીજીટલ સેવા સેતુ લોન્ચીંગ કરવા જઇ રહી છે, રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આ ડીઝીટલ સેવા સેતુનું લોન્ચીંગ થશે.

આજે આ બાબતે મુખ્યસચિવની કલેકટર એડી. કલેકટર ડીડીઓ સાથે ખાસ વીસી યોજાઇ હતી.

વીસી બાદ માહિતી આપતા એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ ''અકિલા''ને જણાવ્યું હતું કે ફુલ ત્રણ તબક્કામાં આ સેવા લોન્ચ થઇ રહી છે, લોન્ચીંગના દિવસે રાજયના રપ૦૦ સહિત રાજકોટ જીલ્લાના ૮૩ ગામડા પ્રથમ તબક્કામાં ૮મીએ આવરી લેવાશે.

તેમણે જણાવેલ કે, પ્રથમ તબક્કામાં સિનિયર સીટીઝન સર્ટીફીકેટ, વિધવા વિધુર સહાય, ટેમ્પરરી હોમ એડ્રેસ  અને આવકના દાખલાનો સમાવેશ થાય છે.

બીજા તબક્કામાં રેશકાર્ડની તમામ કામગીરી,ચેઇન્જ ઓફ એડ્રેસ અને ત્રીજા તબક્કામાં અન્ય ૧ર પ્રકારની સેવાઓ ડીજીટલ સેવા સેતુમાં આવરી લેવાશે.

તેમણે જણાવેલ કે ૮મીથી હાલ રાજકોટ જીલ્લાના ૮૩ ગામોમાં લાભ મળવો શરૂ થશે. પછી તબક્કાવાર અન્ય કુલ પ૧ર ગામો પણ આવરી લેવાશે અને દરેક ગામમાં તબક્કાવાર સેવા અમલમાં મૂકી દેવાશે, ૮મીથી લોન્ચીંગ થનાર આ ડીજીટલ સેવા સેતુને કારણે ગામડાના લોકોને હવે તાલુકાના જનસેવા કેન્દ્ર સુધી લાંબુ નહીં થવું પડે, આ એક ક્રાંતિકારી યોજના સરકાર અમલમાં લાવી રહી છે.

(2:40 pm IST)