Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

પોસ્ટ ડોકટરલ તથા એન્જીનીયરીંગ માટે ફેલોશીપ ઉપલબ્ધઃ કરો અરજી

શેફલર ઇન્ડિયા તથા IIT દ્વારા એન્જીનીયરીંગ, ફીઝીકસ તથા મેથેમેટીકસ ક્ષેત્રે અપાઇ રહી છે સ્કોલરશીપ

રાજકોટ તા. ૧ : એન્જીનીયરીંગ-ટેકનીકલ તથા સંશોધન ક્ષેત્રમાં અભ્યાસુઓની જીજ્ઞાશા દિવસે-દિવસે વધતી જાય છે. એન્જીનીયરીંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા કે પછી રૂડકી અને ગાંધીનગર ખાતેની IIT ખાતે પોસ્ટ ડોકટરલ કરવા માંગતા ઉમેદવારો માટે હાલમાં ઉપયોગી ફેલોશીપ ઉપલબ્ધ છે. શેફલર ઇન્ડિયા, ડીપાર્ટમેન્ટ ઓફ ફીઝીકસ તથા હીસ્ટ્રી ઓફ મેથમેટીકસ ક્ષેત્રે સ્કોલરશીપ મળી રહી છે આ તમામ ઉપર એક નજર કરીએ તો.....

 શેફલર ઇન્ડિયા  હોપ એન્જીનીયરીંગ સ્કોલરશીપ ર૦ર૦-ર૧ અંતર્ગત શેફલર ઇન્ડિયા ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુ રાજયોના એન્જીનીયરીંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને આર્થિક સહયોગ આપે છે. આ શિષ્યવૃતિનો હેતુ આર્થિક સહયોગ ઇચ્છતા વિદ્યાર્થીઓને શિક્ષણમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

- અરજી કરવા માટેની પાત્રતા

ગુજરાત, મહારાષ્ટ્ર તથા તમિલનાડુના જે વિદ્યાર્થીઓએ ર૦૧૯-ર૦ ના શૈક્ષણિક વર્ષમાં ધોરણ ૧ર (વિજ્ઞાન)માં ૬૦ ટકાથી વધુ ટકા મેળવ્યા હોય અને ભારતની કોઇપણ માન્યતા પ્રાપ્ત એન્જીનીયરીંગ કોલેજમાં પ્રથમ વર્ષમાં એડમીશન લીધું હોય તેઓ તારીખ ૧૮/૧૦/ર૦ર૦ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરનાર વિદ્યાર્થીઓના પરીવારની વાર્ષિક આવક પ લાખ રૂપિયાથી ઓછી હોવી જરૂરી છે. શિષ્યવૃતિ માટે પસંદ થનાર વિદ્યાર્થીઓને સંપૂર્ણ એન્જીનીયરીંગ કાર્યક્રમ માટે પ્રતિ વર્ષ ૭પ હજાર રૂપિયા સુધીની રકમ મળવાપાત્ર થશે.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/ SIHE2

 ડીપાર્ટમેન્ટ ઓફ ફીઝીકસ પોસ્ટ-ડોકટરલ ફેલોશીપ, આઇઆઇટી, રૂડકી ર૦ર૦ અંતર્ગત ભૌતિક વિભાગ, ભારતીય પ્રોદ્યોગીક સંસ્થાન, રૂડકી દ્વારા પી.એચ.ડી.ડીગ્રી ધારકો પાસેથી ડીપાર્ટમેન્ટ ઓફ ફીઝીકસ પોસ્ટ ડોકટરલ ફેલોશીપ IIT રૂડકી ર૦ર૦ માટે અરજી મંગાવવામાં આવી છે. આ ફેલોશીપ 'ડેવલપમેન્ટ ઓફ હાઇ-એફીસીયન્સી સ્ટેબલ પેરોવસ્ઇટ સોલાર સેલ્સ એન્ડ ઘેર ફોટોફીઝીકલ સ્ટડીઝ' હેઠળના પ્રોજેકટ માટે છે.

- અરજી કરવા માટેની પાત્રતા

ભૌતિક/રસાયણ વિજ્ઞાન કે સામગ્રી વિજ્ઞાનમાં સારા પબ્લીકેશન્સ (પ્રકાશનો) સાથે પી.એચ.ડી.થયેલ ઉમેદવારોને આ ફેલોશીપ આપવામાં આવે છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને માસિક ૬૦ હજાર રૂપિયા સુધી ફેલોશીપ મળશે. તારીખ ૧પ/૧૦/ર૦ સુધીમાં ઇમેઇલ અથવા પોસ્ટ દ્વારા અરજી કરી શકાય છે. સરનામુઃ પ્રોફેસર તથા વિભાગીય અધ્યક્ષ, ભૌતિકી (ફીઝીકસ), ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન રૂડકી-ર૪૭૬૬૭, ભારત.

- અરજી કરવા માટે લીંક

www.b4s.in/akila/ DPF3

 IIT ગાંધીનગર હિસ્ટ્રી ઓફ મેથમેટીકસ ઇન ઇન્ડિયા (HOMI) પોસ્ટ ડોકટરલ ફેલોશીપ ર૦ર૦ અંતર્ગત ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા પી.એચ.ડી.ડીગ્રી ધારકો પાસેથીે  IIT ગાંધીનગર હિસ્ટ્રી ઓફ મેથમેટીકસ ઇન ઇન્ડિયા (HOMI) પોસ્ટ ડોકટરલ ફેલોશીપ ર૦ર૦ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

આ ફેલોશીપ 'હિસ્ટ્રી ઓફ મેથમેટીકસ ઇન ઇન્ડિયા' શીર્ષક હેઠળના પ્રોજેકટ માટે છે.

- અરજી કરવા માટેની પાત્રતા

જે લોકો ગણિત, ભૌતિકી (ફીઝીકસ) અથવા તો કમ્પ્યુટર વિજ્ઞાનમાં પી.એચ. ડી.થયેલ હોય તથા ૩પ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા હોય તેઓ તારીખ ૧પ/૧૦/ર૦ર૦ સુધીમાં માત્ર ઇમેઇલ  મારફત અરજી કરી શકે છે. પસંદ થનારા ઉમેદવારને માસિક ૬૦ હજારથી ૮૦ હજાર રૂપિયા, HRA  તથા તબીબી લાભો મળવાપાત્ર થશે.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/ HOM4

મોભાદાર તથા ઉજ્જવળ કારકિર્દિ ઉચ્ચ શિક્ષણના સંગાથે બનાવી શકાય છે. ઉચ્ચ શિક્ષણ મેળવવા તથા સમાજોપયોગી સંશોધન કરવા હાલમાં વિવિધ ફેલોશીપ ઉપલબ્ધ છે આત્મવિશ્વાસ, યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને સ્કોલરશીપ માટ જલ્દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે.સૌને ઓલ ધ બેસ્ટ.

સવારે ચા સાંજે અકિલા આ કાપલી સાચવી રાખો

(11:48 am IST)