Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

આજે નેશનલ વોલન્ટરી બ્લડ ડોેનેશન ડે

રાજકોટ : નેશનલ વોલન્ટરી બ્લડ ડોનેશન ડેની ઉજવણી ભારતમાં દર વર્ષે ૧ લી ઓકટોબરના દિવસે કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી લોકોને રકતની જરૂરીયાત અને જાગરૂકતા ફેલાવવાના હેતુસર કરવામાં આવે છે. WHO ના મત મુજબ કોઇપણ દેશની રકતની જરૂરીયાત પુરી પાડવા માટે તે દેશની વસ્તીનો ૧ટકા રકતના પુરવઠાની જરૂર રહે છે.

રાજકોટમાં લાઇફ બ્લડ બેંક એન્ડ રીસર્ચ સેન્ટર (અગાઉ રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્ક) ની સ્થાપના સૌરાષ્ટ્ર મેડીકલ એન્ડ એજયુકેશનલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત તા. ૬ ડીસેમ્બર ૧૯૮૧માં માનવતાના મંદિર સમાન આ બ્લડક બેન્કનું ઉદ્ઘાટન થયું ત્યારે રાજકોટ જ નહીં પણ આખા સૌરાષ્ટ્ર પંથકમાં એક પણ બ્લડ બેન્ક ન હતી અને દર્દીઓ મટો કાચની બોટલમાં કરત આપવામાં આવતુ હતું એ સમયના સંસ્મરણો યાદ કરતા પ્રોજેકટ લાઇફના એકઝીકયુટટીવ ટ્રસ્ટી ચંદ્રકાન્તભાઇ કોટિચા કહે છે કે, એ દિવસોમાં પડકાર પણ હતા પણ લોકોની શુભેચ્છા અમારી સાથે હતી અને સમાજ માટે કાંઇક કરી છુટવાની તમન્ના હતી.

એ સમયે ટાટા રિલીફ કમિટીના ચેરપર્સન શ્રીમતી લીલા મુલગાંવકર, ટાટા કેમિકલ બ્લડ બેન્કની ૪૦ વર્ષની સેવાયત્રામાં વિવિધ ક્ષેત્રના અનેક મહાનુભાવોએ મુલાકાત લીધી છે. જેમાં મધર ટેરેસા, પ્રમુખ સ્વામી મહારાજ, મોરારીબાપુ, જનકમુનિ મહારાજ, રમેશભાઇ ઓઝા, અમિતાભ બચ્ચન, શ્રીમતી જયા બચ્ચન, શબાના આઝમી, આશા પારેખ, લતા મંગેશકર, કપિલદેવ, સચિન તેંડુલર, ધોની વિગેરેનો સમાવેશ થાય છે. ઉતરોતર ચાર દાયકા દરમ્યાન નોંધપાત્ર પ્રગતિ કરી હાલમાં અદ્યતન સુવિધાસભર બ્લડ બેન્ક ચાર માળના મકાનમાં ૧પ૦૦૦ સ્કેવર ફુટ વિસ્તારમાં ર૪*૭ કાર્યરત છે. સમયાંતરે રકની જરૂરીયાત સમગ્ર સૌરાષ્ટ્ર અને આસપાસના ગામના લોકોને પુરી પાડવા માટે અવિતર પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

કોરોના કાળમાં હાલમાં અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે. અને લોકડાઉન તથા અનલોકડના સમગ્ર સમયગાળામાં રાજકોટના અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતું લાઇફ બ્લડ સેન્ટર એક કોરોના વોરિયર તરીકે સમાજ પ્રત્યેની પોતાની ફરજ બજાવી રહ્યું છે. લાઇફ બ્લ.ક સેન્ટર દ્વારા આવા કપરા સમયે પણ રકત પુરૂ પાડવાની અવિરત સેવા ચાલુ છે. અને અત્યારે સુધીના સમયમાં એટલે કે ર૩ મી માર્ચ થી ર૩ મી સપ્ટેમ્બર સુધીમાં ૧૦૮૬૭ યુનિટ જેટલું રકત ઇસ્યુ કર્યુ છે એટલં જ નહી ૭ મી ઓગષ્ટથી ર૩ સપ્ટેમ્બરે વચ્ચે ૧૦૮ યુનિટ પ્લાઝમાં કોરોના દર્દીને ઇસ્યુ કર્યુ છે. આ રકતને કારણે અનેક લોકોના જીંદગીને નવજીવન પ્રાપ્ત થયું છે.

આજના જાગૃકતાના દિવસે આપને રકતદાન કરવા આહવાન કરીએ છીએ. આ અંગેની વધુ માહિતી માટે ફોન નંબર રર૩૪ર૪ર અને રર૩૪ર૪૩ અથવા મોબાઇલ નં. ૮પ૧૧રર૧૧રર ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- લાઇફ બ્લડ સેન્ટર

ર૪ વિજય પ્લોટ, માલવિયા રોડ, રાજકોટ

(2:37 pm IST)