Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

૧૬ વર્ષની સગીરાનું અપહરણ વારંવાર દુષ્કર્મ આચરવા અંગે પકડાયેલ મુસ્લિમ શખ્સની જામીન અરજી નામંજુર

આરોપીએ સાચી ઓળખ છુપાવી સગીરા ઉપર દુષ્કર્મ આચરેલ છે : સરકારી વકીલ

રાજકોટ, તા. ૧ : ૧૬ વર્ષની સગીર વયની બાળાના અપહરણ અને દુષ્કર્મના આરોપી ૪૦ વર્ષના મુસ્લીમ શખ્સ દ્વારા થયેલ જમીન અરજીને સેસન્સ અદાલતે ફગાવી દીધી હતી.

આ કેસની હકીકત એવી છે કે આરોપી મહંમદ અખતર મહંમદ સદીક ખાન ઉ.વ. ૪૦, રહે.  કલુડીહી ગામ જિ. બલરામપુર ઉતરપ્રદેશ હાલ. ફીલ્ડ માર્શલ વાડીની બાજુમા કાલાવાડ રોડ, ઝુંપડામા  રૂડા ૩ રાજકોટ વિરૂધ્ધ સગીર વયની બાળાના પિતા રાજકોટ દ્વારા ફરીયાદ કરતા  લખાવેલ કે તેમની સગીરવયની દિકરીને આરોપી મહંમદ અખતર મહંમદ સદીક ખાન લગ્નની  લાલચ આપી કાયદેસરના વાલીપણામાથી અપહરણ કરી લલચાવી ફોસલાવી ભગાડી જઈ  અવારનવાર શરીર સંબધ બાંધી દુર્ષ્ટરમં આચર્યા અંગેની રાજકોટ શહેર બી ડીવીઝન પોલીસ ખાતે  ફરીયાદ દાખલ કરેલ.  

આરોપી/અરજદારની જામીન અરજીનો વિરોધ કરતા સરકારી વકીલશ્રી એ.એસ. ગોગિયાએ  રજુઆત કરેલ કે, ભોગ બનનાર સગીર વયની બાળાને આરોપીએ ટેલીફોનીક વાતચીત કરી બાદમાં  લગ્ની લાલચ આપી ભોગ બનનારનુ અપહરણ કરી તેની મરજી વિરૂધ્ધ રાજકોટ તથા વતન ઉતરપ્રદેશ ખાતે અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરેલ છે. તેમજ ભોગ બનનાર દ્વારા  આપવામા આવેલ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે આરોપીએ પોતાની ઉમર ૪૦ વષ હોવાનુ કે  અગાઉથી લગ્ન કરેલ હોય અને ૪ વર્ષની દિકરી હોવાની હકીકતો છુપાવેલ તેમજ પોતાની સાચી  ઓળખ છુપાવી, તેમજે પોતાનુ નામ રાજુ હોવાનુ ખોટી હકીકતો આપી ભોગ બનનાર સાથે  ટેલીફોનીક વાતચીત કર્યા બાદ અપહરણ કરેલ  ત્યારબાદ દુર્ષ્કર્મ આચરેલ તેવી જ રીતે આરોપી  ભોગ બનનારને જાણ કર્યા વગર પોતાના વતન જતો રહેલ હોય આવા સંજોગોમા જો જામીન મુકત  કરવામા આવે તો નાશી ભાગી જાય અથવા તો ભોગ બનનાર કે કે તેના પરીવારજનોને ધાકધમકી  આપે અથવા પુરાવા સાથે છેડછાડ કરે તેવી શકયતા હોય જામીન રદ કરવા ભારપૂર્વક દલીલ કરેલ હતી.

બંને પક્ષકારોની રજુઆતો તેમજ પોલીસ પેપર્સ તથા પોલીસ અમલદારનુ સોગંદનામુ વગેરે  ધ્યાને લીધા બાદ એડીશનલ સેસન્સ જજ કે.ડી. દવે સરકારપક્ષે રજુ થયેલ દલીલો સાથે  સહમત થતા અરજદાર આરોપીની જામીન ઉપર છૂટવાની અરજ! રદ કરતો હુકમ કરેલ. આ કામે  સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી અનિલ એસ.ગોગીયા રોકાયેલ હતા.

(3:11 pm IST)