Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ફિલ્ડકીંગ પોલીમર્સના ભાગીદારો સામે ચેક પાછો ફરતાં કોર્ટમાં થયેલ ફરીયાદ

રાજકોટ, તા. ૧ : રાજકોટ રહિશ નિશાંત ગોવિંદભાઈ વાધેલાએ ફિલ્ડિકિંગ પોલીમર્સ ભાગીદારી પેઢી  તથા તેના ભાગીદાર હેમલ રણજીતભાઈ પોપટ, રણજીતભાઈ વ્રજલાલ પોપટ તથા વર્ષાબેન  રણજીતભાઈ પોપટ, ઠે. હરીવીલા સોસાયટી, ભારતી આશ્રમ રોડ, સરખેજ, અમદાવાદના  સામે રાજકોટ કોર્ટમાં ચેક ડિસઓનર સબબ ફોજદારી ફરીયાદ દાખલ કરેલ છે.   

ફરીયાદની વિગત મુજબ તહોમતદારો રાજકોટ જિલ્લાના મેટોડા મુકામે ફ્લેકસીબલ,  સબમર્શીબલ તથા ખેતી ઉપયોગમાં આવે તેવા પાઈપને પ્રોડકશન કરતાં હતા અને ૧૫૦ ફૂટ  રીંગ રોડ ઉપર રહેતા હતા. તહોમતદાર પૈકી હેમલ રણજીતભાઈ પોપટએ ફરીયાદી સાથે  મિત્રતાના સબંધ સ્થાપી, રૂ.૩,૦૦,૦૦૦/- તેની પેઢીના અને ભાગીદારોના ઉત્કર્ષ અને  વિકાસ માટે મેળવેલ. ઉપરોકત રકમ ભરપાઈ કરવા તહોમતદારોએ ફરીયાદીની તરફેણમાં  આઈ.સી.આઈ.સી.આઈ. બેંક લી., જયહિન્દ પ્રેસ બિલ્ડીંગ, રાજકોટનો રૂ.૩,૦૦,૦૦૦/-નો  ચેક ઈશ્યુ કરી આપેલ. હતો.  

ઉપર્યુકત ઉલ્લેખેલ ચેક ફરીયાદીએ તેના બેંક એકાઉન્ટમાં રજુ રાખતાં સદરહુ ચેક  'એકાઉન્ટ કલોઝડ'ના શેરા સાથે વગર સ્વીકારાએ પરત આવેલ. જેથી કાયદાના પ્રબંધો મુજબ  તહોમતદારોને તેના રહેણાંકના સ્થળે નોટીસ પાઠવી ડિસઓનર થયેલ ચેકની રકમની ડિમાન્ડ  કરેલ. પરંતુ જે તે નોટીસ યોગ્ય રીતે બજી ગયેલ હોવા છતાં તહોમતદારએ નોટીસ પીરીયડમાં  ડિસઓનર થયેલ ચેકની રકમનું પેમેન્ટ નહી કરતાં. રાજકોટ કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ  કરવામાં આવેલ છે.    

આ કામમાં રાજકોટમાં વિકાસ કે. શેઠ, બ્રિજ શેઠ, અલ્પા શેઠ, રાજદિપ દાસાણી, રાજ  રતનપરા એડવોકેટ દરજજે રોકાયેલ છે.

(3:11 pm IST)