Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

માસ્ક ઉતારી સીગારેટ ફુંકતા છ પોલીસની ઝપટે ચડયાઃ ૭૨૦૦નો દંડ વસુલ્યો

રાજકોટ, તા.૧: કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા જાહેરમાં માસ્ક ઉતારીને ફરતાં લોકો સામે વધુને વધુ કાર્યવાહી કરવાની પોલીસ કમીશનરે સૂચના આપતા માલવીયાનગર પોલીસે માસ્ક ઉતારી સીગારેટ ફૂંકતા છ વ્યકિતને પકડી લીધા હતા.

માલવીયાનગર પોલીસ મથકના કે.એન.જીકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.કે.ઝાલા હેડ કોન્સ. મસરીભાઇ ભેટારીયા, યુવરાજસિંહ જાડેજા, ભાવીનભાઇ ગઢવી, દીગ્પાલસિંહ જાડેજા, રોહીતભાઇ કછોટ, મહેશભાઇ ચાવડા, ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે જુદા-જુદા વિસ્તારમાં માસ્ક ઉતારી જાહેરમાં  સીગારેટ પીતા છ લોકોને પકડી લીધા હતા. જેમાં ભકિતનગર સોસાયટીના ભવરાજસિંહ ભગીરથસિંહ પરમાર, રણછોડનગર શેરી નં.૬ના નિર્મીત અરવિંદભાઇ લુણાગરીયા, રૂષીકેશ સોસાયટી શેરી નં.૨ના જયંતી ભગવાનજીભાઇ મેંદપરા જેતપુરના માધવપાર્ક મેઇન રોડ રહેતા સમીર જમનભાઇ કરકર, ગોવર્ધન ચોક નંદનવન સોસાયટીના સતીષ ભરતભાઇ ઝાલા, જુલેલાલનગર સોસાયટીના વિશાલ સતીષકુમાર ગુલાબવાડીને માસ્ક પહેર્યા વગર સીગારેટ ફેંકતા પકડી લઇ રૂ.૭૨૦૦નો દંડ વસૂલ્યો હતો.

(3:16 pm IST)