Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કોરોનાને હરાવવા મ.ન.પા. તંત્ર ઉંધા માથેઃ ૪ર હજાર ઘરનો સર્વે

રાજકોટઃ શહેરને કોરોના મુકત કરવા માટે મનપા દ્વારા સઘન કામગીરી ઝુંબેશ ચાલી રહી છે. રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા મનપા દ્વારા ઘરે ઘરે જઇને સેવાઓ આપવામાં આવે છે. જેમાં તા. ૩૦ ના ૧૦૩૧ સર્વેલન્સની ટીમ દ્વારા ૪ર૮૪પ ઘર-કુટુંબને સર્વે કરવામાં આવ્યા હતા જેમાંથી ૧૭ વ્યકિતઓને શરદી, ઉધરસ, તાવના લક્ષણો જોવા મળ્યા હતા અને તેમને સારવાર પણ આપવામાં આવી હતી. મનપા દ્વારા પ૦ ધનવંતરી રથ કાર્યરત કરેલ છે, જેમાં સરેરાશ ર૩પ ની ઓ.પી.ડી. સહીત ૧૧૭૪૮ વ્યકિતઓએ સેવાનો લાભ લીધો હતો. ઉપરાંત મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતે ર૩૦પ વ્યકિતઓની ઓ.પી.ડી. નોંધાયેલ છે. હોમ કવોરન્ટાઇન રહેલા દર્દીમાં માટે મનપા દ્વારા કાર્યરત ૩૦ સંજીવની રથ દ્વારા ગઇકાલે ૧ર૯૮ ઘર-કુટુંબની હેલ્થ ચકાસણી કરવામાં આવી હતી.

(3:17 pm IST)