Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

દુકાનો બહાર સોશિયલ ડીસ્ટન્સનું પાલન ન કરનારા વેપારીઓ સહિત ર૭ની ધરપકડ

રીક્ષા, ઇકોકાર ચાલકો અને બાઇક પર ત્રીપલ સવારી નીકળનારા પણ ઝપટે ચડયા

રાજકોટ તા. ૧: કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેરનામાના અમલ માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે. જેમાં ગઇકાલે અલગ-અલગ વિસ્તારમાં માસ્ક પેહર્યા વગર નીકળનારા અને દુકાનો બહાર સોશિયલ ડીસ્ટન્સ ન જાળવનાર વેપારીઓ સહિત ર૭ લોકોને પકડી કાર્યવાહી કરીહતી જેની વિગતો આ મુજબ છે.

 

એ ડીવીઝન પોલીસે ચુનારાવાડ મેઇન રોડ શેરી નં.૩ ના ખૂણા પાસેથી માસ્ક પહેર્યાવર બાપા સીતારામ નામની કેબીન પાસે ગ્રાહકો એકઠા કરનાર મહેશ દેવશીભાઇ જાપડીયા, તથા ભકિતનગર પોલીસે રીક્ષા ચાલક ઉપેન્દ્ર હીરાલાલભાઇ બારડીયા, નંદા હોલ ચોકમાં જયશકિત દાળ પકવાન નામની ફાસ્ટ ફુડ નામની દુકાન ધરાવતા હીમત હસખુભાઇ જાદવ, તથા આજીડેમ પોલીસે ત્રંબા ગામમાં મહાકાળી પાન નામની દુકાન ધરાવતા જીતેન્દ્ર લાલજીભાઇ સાપરા, આજીડેમ ચોકડી પાસેથી રીક્ષા ચાલક અમીત હમીરભાઇ બાબરીયા, કન્ટેઇનમેન્ટ ઝોન પુર્ણીમાં સોસાયટી શેરી નં. ૪માંથી જેન્તી રણછોડભાઇ જેસાણી, ચંદ્રેશનગર મેઇન રોડ પરથી રીક્ષા ચાલક જીવણ કરણાભાઇ બાંબા, તથા પ્રનગર પોલીસે જંકશન રેલવે સ્ટેશન પાસેથી રીક્ષા ચાલક સુરેશ દેવજીભાઇ પીપળીયા, રીક્ષા ચાલક સંજય અરજણભાઇ ધોળકીયા, તથા ગાંધીગ્રામ પોલીસે હનુમાનમઢી ચોક પાસેથી રીક્ષા ચાલક પ્રતાપ બાબુભાઇ સમેચા, હનુમાનમઢી ચોક પાસેથી રીક્ષા ચાલક પ્રકાશ ગોવિંદભાઇ સમેચા, બજરંગવાડી પોલીસ ચોકી પાસેથી ઇકોકાર ચાલક મયુર મનુભાઇ સિંધવ, ઇકોકાર ચાલક વિજય ગોવિંદભાઇ પરમાર, તથા તાલુકા પોલીસે મોટામવા પાટીદાર ચોક પાસેથી રીક્ષા ચાલક હિરેન દિલીપભાઇ રામાનુજ, વાવડી ચોકી પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નિકળેલા હિરેન જમનભાઇ ગઢીયા, પ્રિયંક મગનભાઇ હરસાણી, વિવેક રમેશભાઇ ખૂંટ, કાલાવડ રોડ કટારીયા ચોકડી પાસેથી દીલીપ બાવનજીભાઇ વાઘ, બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા પ્રીયંક કમલેશભાઇ ટીલ્વા, મીત હસમુખભાઇ ગઢીયા, વૈભવ પ્રફુલભાઇ રૈયાણી, ભીમનગર સર્કલ પાસેથી શ્રીનાથજી સેલ્સ એજન્સી ધરાવતા દીનેશ દેવજીભાઇ ભોજાણી, ભીમનગર શનીવારી બજાર પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા અમીતસીંઘ સરનમસિં ગોર, મોજી રાજારામભાઇ ગૌતમ, નીતીન રામનરેશભાઇ તુરકી, તથા યુનિવર્સિટી પોલીસે કાલાવડ રોડ પર એ.જી.ચોક પાસે હરીકૃષ્ણદાસ પકવાન નામની રીક્ષા પાસે ગ્રાહકો એકઠા કરનાર આશીષ હરીભાઇ ગોહેલ, અને પંચાયતનગર ચોક પાસે નવદુર્ગા કોમ્પ્લેક્ષમાં પાર્ટી ટાઇમ નામની દુકાન ધરાવતા નિકુંજ નવીનભાઇ કોટકને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:18 pm IST)