Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

પ૦ વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓને કોરોના કામગીરીમાંથી મુકિત આપવા રજુઆત

ચાલુ ફરજે અવસાન પામેલા કર્મચારીઓનાં પરિવારને આર્થિક સહાય આપવા કર્મચારી પરિષદની મ્યુ. કમિશનરને રજુઆત

રાજકોટ, તા. ૧ :  મ.ન.પા.માં કોરોનાની કામગીરી કરતાં પ૦ વર્ષથી વધુની ઉમંરના કર્મચારીઓને આવી જોખમી કામગીરીમાંથી મુકિત આપવા રાજકોટ મહાનગર પાલિકા કર્મચારી પરિષદે માંગ ઉઠાવી આ અંગે મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આ આવેદન પત્રમાં જણાવાયું છે કે હાલમાં ચાલુ રહેલ કોરોના વાયરસ અંગેની કામગીરીમાં રાજકોટ મહાનરગપાલિકાના વર્ગ૧ થી ૪ ના તમામ કર્મચારીઓ પોતાની ફરજ અને નિષ્ઠા ખંતપૂર્વક બજાવી રહ્યા છીએ જે અંગે આપ સાહેબને જણાવવાનું કે કોરોના વાયરસમાં સીનીયર ત્થા એઇજડ કર્મચારીઓને આ રોગ ન બને તે બાબતે વય મર્યાદા પ૦ વર્ષ કે તેથી વધુ તથા નિવૃતિના આરે પહોંચેલ કર્મચારીઓ અને જે કર્મચારીઓને હાર્ટની બીમારી તથા બી.પી. ડાયાબીટીસ, કીડની, શ્વાસ જેવી અસાધ્ય બિમારીઓ ધ રાવતા કર્મચારીઓને કોરોના વાયરસથી સંક્રમીત થવાની શકયતાઓ સૌથી વધુ રહેતી હોય તેઓને આ કામગીરીમાંથી તાત્કાલિક અસરથી (મુકત કરવા) માંગ છે.

જો આવા કર્મચારીઓને કોરોના વાયરસથી કામગીરીમાંથી તાત્કાલીક અસરથી મુકત કરવામાં નહી આવે અને જો તેઓને કોરોના કામગીરી કારણોસર કોઇપણ જાતની મુશ્કેલી ઉપસ્થિત થશે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી કોરોનાની કામગીરી સોંપનાર અધિકારી તથા કચેરીની અંગત રહેશે. આ બાબતે કોઇ કાર્યવાહી સરકારશ્રીના નિયમ મુજબ કરવામાં આવી નથી. જેથી ઉપરોકત બાબતે દુર્લક્ષ સેવવામાં આવે છે તેથી હવે પછી જે પરિસ્થિતિ નિર્માણ થાશે જેની સઘળી જવાબદારી તંત્રની  રહેશે. તેમ આવેદનમા અંતે જણાવાયું છે.

મૃત્યુ પામનાર કર્મચારીના પરીવારજનોને વળતર

રાજકોટ મહાનગર પાલીકાના વર્ગ-૧ થી ૪ના કર્મચારીઓને હાલ કોરોના કામગીરીમાં મુકવામાં આવેલ છે અને તેઓને ચાલુ ફરજ દરમ્યાન કોરોના વાયરસથી સંક્રમણ થવાના કારણે મૃત્યુ થયેલ હોય તો તેવા તમામ કર્મચારીઓને કુટુંબને આ પ્રકારની આવી પડેલ આકસ્મીક આપદામાં કચેરી દ્વારા તાત્કાલીક ધોરણે ખાસ આર્થીક સહાય ચુકવવા પણ માંગ ઉઠાવાઇ છે.

(3:45 pm IST)