Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

હાથરસમાં યુવતી પર દુષ્કર્મ ઘટના અંગે ન્યાય આપવા કલકેટરને રજુઆત કરતા મહેશ રાજપૂત

રાજકોટ, તા. ૧ :  ઉતરપ્રદેશના હાથરસમાં યુવતી પર દુષ્કર્મની ઘટનામાં ન્યાય બાબતે રાજનીતિ કી પાઠ શાલાના રાષ્ટ્રીય પ્રમુખ મહેશ રાજપૂતની આગેવાની તળે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું તે વખતની તસ્વીર.

આ આવેદન પત્રમાં જણાવાયું છે કે યુપીનાં હાથરસમાં એક વાલ્મિકી સમાજની ૧૯ વર્ષની યુવતિ જે તેના માતા અને ભાઇ સાથે કામ કરતી હતી તે દરમ્યાન ૪ દુષ્કર્મીઓ એ તેને પકડી ને તેના પર દુષ્કર્મ આચાર્યુ છે એ બાબતને આટલા દિવસો થયા બાદ ન્યાય મળ્યો નથી.  ત્યારે આ આવેદન પત્ર દ્વારા અમારી સ્પષ્ટ માંગણી છે કે હાથરસની આ વાલ્મિકી સમાજની યુવતિના પરિવારજનોને યોગ્ય અને વહેલી તકે ન્યાય મળે અને આ દુષ્કર્મની સમગ્ર ઘટનાના બધા આરોપીઓને ફાંસીની સજા મળે અને આ ઘટનાને દબાવવામાં અને કયાકને કયાક આ નરાધમો ને બચાવવા પ્રયાસ કરતા તમામ લોકો કે અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

આ રજુઆતમાં મૌલેશ મકવાણા,  યુવરાજ સિંહ ઝાલા, દુરયાબેન શાહ,  પાર્થ બગડા, કિશન પંસૂર્યા, કમલેશ સોલંકી,  હિમાંશુ સોલંકી,  સંદીપ ખીમસૂર્યા,  લલિત દફડા, રાહુલ દફડા,નાગેશ મકવાણા, મયુર સરેસા, અરૂણ પરમાર,  ભાવેશ લુનાસિયા, ધર્મેશ રાઠોડ, દર્શન પરમાર, મિલન જાદવ,  પ્રકાશ ઝાલા,  ચિરાગ વાળા, સુજલ પરમાર, યોગી શીંગરા, પ્રતીક નારોલ, ગૌતમ સોઢા,  દેવીલ સોલંકી,  અનમોલ ઝાલા, મિહિર ઝાલા, કિસ્મત મકવાણા,  મિત પરમાર,  ધવલ સોલંકી, હર્ષદ ગોહેલ,હિતેશ ખીમસૂર્યા,  કાન્જી રાઠોડ, દિગ્વિજય પંચાલ,  સ્મિત મૂછડીયા ,  ઈશ્વર પરમાર,  વિપુલ પરમાર, રાહુલ પરમાર, જયેશ સરેસા,  રાહુલ પરમાર વિગેરે જોડાયા હતા.

(3:45 pm IST)