Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

રાજકોટ યાર્ડમાં મગફળીની આવકો બંધ કરાઇ

માલનો ભરાવો અને વરસાદની આગાહી હોય ખેડૂતોનો માલ ન બગડે તે માટે આવકો બંધ કરાઇઃ સેક્રેટરી તેજાણી

રાજકોટ તા. ૧: રાજકોટ માર્કેટયાર્ડમાં બીજી જાહેરાત ન કરાઇ ત્યાં સુધી કાલથી મગફળીની આવકો બંધ કરાઇ છે.

યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણીના જણાવ્યા મુજબ રાજકોટ યાર્ડમાં કાલથી બીજી જાહેરાત ન કરાઇ ત્યાં સુધી મગફળીની આવકો બંધ કરાઇ છે. હાલમાં રાજકોટ યાર્ડમાં દૈનિક ૧પ હજાર ગુણી મગફળીની આવકો થાય છે. આવકો સામે લેવાલ ન હોય મગફળીનો જથ્થો વેચાયા વગરનો પડતર રહે છે. બીજી બાજુ વરસાદની આગાહી હોય અને માલનો ભરાવો હોય ખેડૂતોનો માલ બગડે નહિં તે માટે મગફળીની આવકો બંધ કરાઇ છે.

(3:46 pm IST)