Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

કામના પૈસા માંગવા મામલે થયેલ બોલાચાલીમાં કાતર મારવાના ગુનામાં આરોપીઓ મુકત

રાજકોટ,. તા. ૧  : શહેર ગાંધીગ્રામ-ર (યુનિ.) પોલીસ સ્ટેશનમાં ૧૦-૧ર-ર૦૧૭ ના રોજ અગિયારેક વાગ્યાના સુમારે ઇજા પામનાર વાલજીભાઇ ગોરધનભાઇ કોટડીયા આરોપી મણીલાલ ધનજીભાઇ ભાયાણી તથા જીજ્ઞેશભાઇએ કાતરોવતી ઇજા પામનાર વાલજીભાઇને છાતી તેમજ વાંસા તથા પેટના ભાગે ઘા મારી  તેમજ તેમની દુકાને કામ કરતા કારીગર આરોપીએ ઇજ પામનારને પકડી રાખી એક બીજાની મદદગારી કરી કાતર વડે હૂમલો કરવાના બનાવમાં મણીલાલ ધનજીભાઇ ભાયાણી, જીજ્ઞેશભાઇ મણીલાલ ભાયાણી, તથા વિનોદભાઇ અમૃતલાલ શીશાંગીયાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

બનાવની હકિકત એવી છે કે તા. ૧૦-૧ર-૧૭ ના રોજ ફરીયાદી નિતેશભાઇ જીવરાજભાઇ  તાડા પોતાની સેન્ટ્રો કાર નં. જી. જે. ૦૩-એ.બી.-૩૧૬૮ લઇ રાજકોટ આવેલ અને તેમને દાઢી કરાવવાની હોય આશરે સાડા અગીયારેક વાગ્યે વાણંદ મણીભાઇની દુકાન કે જે પુષ્કરધામ રોડ આગળ ચિત્રકુટધામ મહાદેવ મંદિર વાળા ચોકમાં હેર આર્ટ નામે આવેલ હોય ત્યાં દાઢી   કરાવવા ગયેલ ત્યાં જતા આ દુકાનવાળા મણીભાઇ ધનજીભાઇ ભાયાણી તથા તેમનો દિકરો જીજ્ઞેશ મણીભાઇ ભાયાણી તથા  તેમની દુકાનમાં કામ કરતો કારીગર તથા તેમના ગામના વાલજીભાઇ ગોરધનભાઇ કોટડીયા ઝઘડો કરતા હતાં અને જેમાં મણીભાઇના કારીગરે આ વાલજીભાઇને પકડી રાખેલ અને મણીભાઇ તથા જીજ્ઞેશભાઇ જે આ વાલજીભાઇને કાતરથી ઘા મારતા હતાં અને ફરીયાદીએ આ લોકોને છુટા પાડેલ અને વાલજીભાઇને છાતીના ભાગ તથા પેટના ભાગે તથા વાંસાના ભાગે ઇજા થયેલ હોય, આ બનાવ અંગેની ફરીયાદ નિતેશભાઇ જીવરાજભાઇ તાડા રહે. ખડધોરજી, રહે. પુષ્કરધામ રાજકોટવાળાએ તા. ૧૦-૧ર-ર૦૧૭ના રોજ ગાંધીગ્રામ-ર(યુનિ) પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૦૭,૧૧૪, તથા જી.પી.એકટની કલમ ૧૩પ(૧) મુજબની ફરીયાદ નોંધાવતા પોલી અમલદારોએ મણીલાલ ધનજીભાઇ ભાયાણી, જીજ્ઞેશભાઇ મણીલાલ ભાયાણી તથા વિનોદભાઇ અમૃતલાલ શીશાંગીયાની ધરપકડ કરેલ અને ત્યાર બાદ સદરહું કેસ રાજકોટની નામદાર ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા ત્રણેય આરોપીઓને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કરેલ છે.

ઉપરોકત કેસની સુનાવણી વખતે આરોપીઓ તરફે કરવામાં આવેલ દલીલ તથા ફરીયાદી અને સાહેદોને તપાસવામાં આવેલ અને ઉલટ લેવામાં આવેલ. તેમજ આરોપીઓનો ખુન કરવાનો કોઇ ઇરાદો ન હોય તે સહિતની લંબાણ પૂર્વકની દલીલ બાદ નામ જુદી જુદી વડી અદાલતોના ચૂકાદાઓ રજૂ રાખી તેમજ આરોપીઓના વકીલની ધારદાર દલીલોને ધ્યાને રાખીને આરોપીઓને નામદાર કોર્ટે નિર્દોષ જાહેર કરીને છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ.

ત્રણેય આરોપીઓ તરફે રાજકોટના જાણીતા વિદ્વાન યુવા એડવોકેટ શ્રી કૌશિક એમ. ખરચલીયા, હેમાંશુ પી. શીશાંગીયા, તેજસ એમ. ખરચલીયા, ઇમરાન હિંગોરજા, હિરેન શીશાંગીયા રોકાયેલ હતાં.

(3:24 pm IST)