Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ઇંગ્લીશ દારૂના જથ્થાના કેસમાં દસ વર્ષથી ફરાર આરોપીનો જામીન પર છૂટકારો

રાજકોટ,તા. ૧: આ બનાવની વિગત એવી છે કે તા. ર/૪/૧૧ ના રોજ ટાસ્ક ફોર્સ કોડના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે પોસી ઈકબાલભાઈ તવા સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળેલ કે મનહરપરામાં યાકુબભાઈના મકાનમાં પાછળના ભાગે રહેતા આસીફ દોસમોહમદ નામના વ્યકિતએ ગેરકાયદેસર ઈગ્લીશ દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરે છે જેથી પોલીસે બે પંચોને રાખી ઉપરોકત હકીકતોની સમજ કરી અને ૧૨૦ નો ઠરાવમાં પંચોની સહીઓ તથા પોલીસની અરસપરસ અંગજડતી કરીને તે મુજબનું પ્રાથમિક પંચનામું કરી ઉપરોકત જગ્યાએ રેડ કરેલ. જેથી સ્થળ પરથી ઈગ્લીશ દારૂનો જથ્થો નંગ ૩૦૦ બિનવારસી મળી આવતા તે બી ડીવીઝન પોલીસ સ્ટેશન પ્રોહી. ગુન્હા રજી નં.૧૪૪ ૨૦૧૧ ચીં પ્રોહી. કલમ ૪ ્ન (બી), ૫ (ઈ), ૧૧ (બી) મુજબ ગુન્હો દાખલ કરી આસીફ ઉર્ફે અસરફ દાસમોહમદ કોચલીયા જાતે સમરા મુળ વૈશાલીનગર શેરી નં. પ વિરુધ્ધ ગુન્હો નોંધેલ.

ત્યારબાદ સદરહું આરોપી ફરાર હોય અને તેણે રાજકોટ સેશન્સ કોર્ટમાં આગતરા જામીન અરજી નં. ૨૨૧૦ /૨૦૨૦ થી દાખલ કરેલ પરંત સદરહું રેકર્ડ પોલીસ સ્ટેશને તપાસ કરતાં તેમાં તા. ૯/૧૧/૧૧ ના રોજ અ પરત સમરી કાઈલ નં. ૧/૨૦૧૧ થી તમામ કેસ કાગળોની ફાઈલ મહે, એ.સી.પી. સાહેબ પૂર્વ વિભાગ કચેરીને મોકલી આપેલ. તેમજ એ.સી.પી. પૂર્વ વિભાગની કચેરીના જાવક નં. ૧૮૮૦/૨૦૧૧ તા.૨૧/૯/૨૦૧૧ ના રોજ જે.અમ.એફ.સી. કોર્ટ, રાજકોટ તરફ મોકલી આપેલ. જે આજસુધી મળી આવેલ નહીં. ત્યારબાદ ગુજરાત રાજયના ડીજીની પેરોલ ફલો સ્કોવડ જામનગરવાળાએ બાતમીના આધારે ઉપરોકત આરોપીને હરીયા કોલેજ રોડ, સાંઢીયા પુલ પાસે, સરદારનગર શેરી નં. ૧૧, જામનગર મુકામેથી પકડી અને ઉપરોકત ગુન્હાના કામે રાજકોટ બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપી આપેલ.

ત્યારબાદ ઉપરોકત આરોપીને નામ. કોર્ટમાં રજૂ કરતાં સરકારી વકીલે જામીન અરજીની વિગતે જણાવતા ઉપરોકત આરોપી છેલ્લા ૧૦ વર્ષથી ઉપરોકત ગુન્હો નોંધાયા બાદ ફરાર હોય તેમજ ગુજરાત રાજયના નશાબંધી અંગેના નવા સુધારા મજબ દસ વર્ષ સુધીની જોગવાઈ હોય જેથી તેની જામીન અરજી અંગે વિરોધ નોંધાવેલ. ત્યારબાદ

બચાવપક્ષે એડવોકેટ અમીત એન. જનાણીએ પોતાની દલીલમાં જણાવેલ કે ઉપરોકત આરોપી પેરોલ ફલો સ્કોવડમાં સામેથી સરન્ડર ધઈ ગયેલ છે અને પ્રોહી. કાયદાના નવા સુધારા મુજબ જેમાં કડક સજાની જોગવાઈ છે તે ૧૬ ડીસે. ૨૦૧૬ના રોજ બહાર પડેલ અને ર૦૧૭માં અમલમાં આવેલ છે. જયારે હાલનો ગુન્હો સને. ૨૦૧૧ ની સાલનો એટલે કે ઉપરોકત સુધારા આવ્યા તે પહેલાનો છે, જેથી પણ સદરહું એફ.આઈ.આર. મુજબ આરોપી વિરૂધ્ધના ગુન્હાની જોગવાઈ ૨૦૧૧ નો હોય જેથી તે મુજબ ધ્યાને લેવી જોઈએ. તેમાં નવા સુધારો લાગુ પડી શકે નહીં. તેમજ હાલના આરપી જામનરર મુકામે વર્ષોથી સ્થાયી થયેલ હોય અને તેઓ ઉપરોકત ગુન્હાના કામે નામ. કોર્ટ જે શરતો ફરમાવે તનું પાલન કરવા તૈયાર હોય જેથી.જામીન મુકત થવા અરજ ગુજારેલ.

ઉપરોકત દલીલને ધ્યાને લઈ નામદાર કોર્ટે આરોપી અસરફ દોસમોહમદ કોચલીયાને રૂ. ૧૫૦૦૦/- ના શરતી જામીન મુકત કરવા હુકમ ફરમાવેલ.

ઉપરોકત કામમાં આરોપી વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી અમિત એન. જનાણી, જીતેન્દ્રસિંહ પરમાર,ઈકબાલ થૈયમ અને ચિરાગ મેતા રોકાયેલ હતા.

(3:27 pm IST)