Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

આજી જી.આઇ.ડી.સીમાંથી અજાણ્યા યુવાનની ફૂલાયેલી લાશ મળી

યુવાનના ખીસ્સામાંથી અંજારની કંપનીનું આઇકાર્ડ મળ્યુઃ વાલીની શોધ

રાજકોટ, તા.૨: શહેરના આજી જી.આઇ.ડી.સીમાં બંધ કારખાના પાસે અજાણ્યા યુવાનની ફુલાયેલી લાશ મળી આવતા થોરાળા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ આજી જી.આઇ.ડી.સી.માં ડાયનામેટીક નામના બંધ કારખાના પાસે એક ૩૦ વર્ષના અજાણ્યા યુવાનની ફુલાયેલી લાશ પડી હોવાની કોઇએ જાણ કરતા થોરાળા પોલીસ મથકના પી.એસ.આઇ.એચ.જી. ગોહીલે સ્થળ પર પહોંચી યુવાનની લાશને પોસ્ટમોર્ટમ કરાવવા માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી અને યુવાનના મોત પાછળનું કારણ જાણવા ફોરેન્સીક પીએમ કરાવવામાં ઓળખ મેળવવા માટે તપાસ કરતા તેના ખીસ્સામાંથી અંજારની એક કંપનીનું આઇકાર્ડ મળી આવ્યુ હતું. જેમાં આ યુવાન આસામનો હોવાનું જાણવા મળ્યુ છે. જો કોઇ આ યુવાનના સગાસંબંધી હોય તો થોરાળા પોલીસ સ્ટેશન ફોન નંબર ૦૨૮૧ ૨૩૮૯૫૫૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:22 pm IST)