Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

આજીડેમ ચોકડીએ વિજય સરઘસના ફટાકડાથી રેસ્ટોરન્ટમાં આગ લાગીઃ ૨૦૦ ફુટનું ઘાંસ-વાંસનો ડોમ બળી જતાં ત્રણેક લાખનું નુકસાન

આગ બુઝાવવાના પુરતા સાધનો પણ નહોતાં: ફાયર બ્રિગેડના બે બંબાએ આગ કાબુમાં લીધી

રાજકોટ તા. ૨: આજીડેમ ચોકડીએ પેટ્રોલ પંપ પાસે આવેલા આજી ધ વ્યુ નામના રેસ્ટોરન્ટમાં આગ ભભૂકતાં ફાયર બ્રિગેડના બે બંબા પહોંચ્યા હતાં. જવાનોએ સતત પાણીનો મારી ચલાવી આગ કાબૂમાં લીધી હતી. આગમાં હોટેલના ઉપરના માળે ઘાંસ વાંસથી બનાવાયેલુ ૨૦૦ ફુટનું છાપરૂ ખાક થઇ ગયું હતું.

આગમાં છાપરૂ ઉપરાંત ગાદલા, સોફા, તકીયા સંપુર્ણ બળી ગયા હતાં. આશરે ૨૦૦ ફૂટના છાપરાની જગ્યામાં નુકસાન થયું હતું. કોઇ જીવહાની થઇ નથી. ફાયર બ્રિગેડ સુત્રોના કહેવા મુજબ આગ બુઝાવવા માટેનું અસ્ટીગ્યુશર હતું પણ તે ખાલી હતું.  હોટેલના માલિકનું નામ દિનેશભાઇ વોરા છે. રેસ્ટોરન્ટના ઉપરના ભાગે આગ લાગી હતી. કોઠારીયા રોડ ફાયર બ્રિગેડની ટીમે ત્યાં પહોંચી આગ બુઝાવી હતી. સંચાલકના કહેવા મુજબ ભુપતભાઇ બોદર જીલ્લા પંચાયતની બેઠક પર વિજેતા થતાં તેમનું વિજય સરઘસ નીકળ્યું ત્યારે ફટાકડા ફૂટતા હોઇ તેમાંથી કોઇ તણખો આવીને હોટેલના ઉપરના ઘાંસ-વાંસના ડોમમાં પડતાં આગ લાગી હતી. જેના કારણે ત્રણેક લાખનું નુકસાન થયું છે.

ચર્ચા મુજબ એક સરઘસ રોડ પરથી નીકળ્યું તેમાં ફટાકડા ફોડવામાં આવી રહ્યા હોઇ તેમાંથી તણખો વાંસ-ઘાંસના છાપરા ઉપર જતાં આગ ભભુકી હતી. આ હોટેલ દિવસે બંધ હોય છે. સાંજના સમયે ખોલવામાં આવે છે.

(4:08 pm IST)