Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

રૂખડીયાપરા ફાટક પાસે અજાણ્યા પુરૂષનું મોતઃ વાલીવારસની શોધ

કોઇ પરિચિત હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨: જંકશન પ્લોટ મેઇન રોડ રૂખડીયાપરા ફાટક પાસે અજાણ્યો પુરૂષ આશરે ૪૩ વર્ષનો બેભાન પડ્યો હોઇ ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. તેના ઇએમટી સોનલબેન ડોડીયાએ તપાસ કરી તેને મૃત જાહેર કરતાં પ્ર.નગરના હેડકોન્સ. વિમલેશભાઇ રાજપૂત અને રામજીભાઇ પટેલે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ સગાસંબંધી, પરિચિત હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:35 am IST)