Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

રાજકોટ યાર્ડમાં સવારે ખેડૂતોનો ધસારોઃ તમામ સ્થળે રજીસ્ટ્રેશન ચાલુઃ ગામડાઓમાં તલાટીઓને પાસવર્ડ અપાયા

પહેલી બે કલાકમાં ર૦૦નું રજીસ્ટ્રેશનઃ રવિવારે રજીસ્ટ્રેશન બંધ રહેશે : આજે પણ બાયો ફયુઅલ એકમ ઉપર દરોડાઃ સાંજે રીપોર્ટ આવશે

રાજકોટ તા. ર :.. આજે રજાના દિવસે પણ મગફળી ખરીદી અંગે રાજકોટ યાર્ડ સહિત તમામ ૧૧ યાર્ડ અને ગામડાઓમાં વીસીઇ ખાતે રજીસ્ટ્રેશન ચાલુ રખાયું છે.

આજે સવારે ડીએસઓ શ્રી પૂજા બાવડાએ 'અકિલા' સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતું કે તમામ યાર્ડ અને ગ્રામ્ય વિસ્તારમાં રજીસ્ટ્રેશન ચાલુ છે, અને પહેલી બે કલાકમાં ર૦૦નું રજીસ્ટ્રેશન થયું છે.

રાજકોટ યાર્ડમાં ખેડૂતોનો ધસારો - દેકારો અંગે તેમણે જણાવેલ કે મીસ કોમ્યુનિકેશનને કારણે આમ બન્યું છે, આજે રજા રાખવાની કે કેમ તે અંગે મોડી રાત્રે નિર્ણય લેવાયો હતો, ચાલુ રાખવાની સુચના અપાઇ, પરીણામે સવારે ખેડૂતો વહેલા આવી ગયા, પણ રાબેતા મુજબ ચાલુ કરી દેવાયું છે, હવે સવારે ૧૧ વાગ્યા બાદ કોઇ મુશ્કેલી નથી. ગામડાઓમાં રજીસ્ટ્રેશન અંગે તેમણે જણાવેલ કે, દરેક તલાટીને રજીસ્ટ્રેશન અંગેની લીંક અને પાસવર્ડ આપી દેવાયા છે, તેઓ તલાટીઓ સોંપાયેલ ગામમાં રજીસ્ટ્રેશન કરી રહ્યા છે, અને દર બે કલાકે રીપોર્ટ મેળવાઇ રહ્યો છે, ગઇકાલની જેમ આજે પણ રાત્રે ૧૧ વાગ્યા સુધી રજીસ્ટ્રેશન દરેક સ્થળે ચાલુ રખાશે.

ગેરકાયદે બાયો ફયુઅલ એકમ ઉપર દરોડા અંગે તેમણે જણાવેલ કે ગઇકાલે જસદણ-ગોંડલમાં નોંધનીય કાર્યવાહી થઇ છે, આજે પણ દરોડા - તપાસ ચાલુ રખાશે, મામલતદારો - પ્રાંતની ટીમો વર્ક કરી રહી છે, સાંજે રીપોર્ટ આવી જશે.

(1:01 pm IST)