Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

કોરોના સામે હારવાનું નથી, હાર માનતા પણ નહિઃ આર. જે. ઇશિતાનો સંદેશ

નમસ્તે રાજકોટ ! ફિલહાલ કોરોના આપણા માટે બહુ જ મોટી ચેલેન્જ બની ગઈ છે. આ ચેલેન્જને આપણે સ્વીકારવાની છે. તેનાથી આપણે ડરવાનું બંધ કરી દઈએ. કોરોનાની મહામારી વચ્ચે રાજકોટવાસીઓને આ પ્રેરક સંદેશ આપી રહયાં છે, રેડ એફ.એમ.ના આર.જે. ઈશિતા

ઈશિતા કહે છે, કોરોના સે ડરના કયું હૈ ? આપણે જેટલા વધુ ડરશુ એટલી આપણને વધુ માનસિક તકલીફ થશે. કોરોનાને આ જ તો જોઈએ છે. આપણે કોરોનાના ઘમંડને તોડવાનો છે. અગર એને એમ થાય કે, જે વ્યકિત સાથે મારો સંપર્ક થઈ રહયો છે, એ વ્યકિત અત્યારના ડરના સંપર્કમાં નથી તો એ કોરોના જલદીથી ભાગી જશે.

ફિલ્મોમાં સારૃં લાગે કે 'કભી કભી હારકે જીતનેવાલે કો બાજીગર કહેતે હૈ.' રીયલ લાઈફમાં એવું નથી. આપણે હારવાનું નથી, હાર માનતા પણ નહી. કોરોનાથી બહુ  જલ્દી આપણને છૂટકારો મળી જશે. આપણી સરકાર, તમે - હું, આપણે બધા જ પૂરતી કોશિષ કરીએ છીએ અને પૂરતી સાવચેતી રાખી છે, અને એટલે જ હું કહું છું કે, 'હારશે કોરોના, જીતશે રાજકોટં.'

(1:23 pm IST)