Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

જંગલેશ્વર-અંકુરનગર રોડ પર ભકિતનગર પોલીસે કર્યુ ૩૦૦૦ માસ્કનું વિતરણ

રાજકોટઃ ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલેશ્વરમાં આગેવાનોને સાથે રાખી લોકોમાં કોરોના પ્રત્યે વધુ જાગૃતિ ફેલાય અને સંક્રમણ આગળ વધતું અટકે તે માટે જરૂરિયાતમંદોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. પીઆઇ જે. ડી. ઝાલા અને સ્ટાફે જંગલેશ્વર મેઇન રોડ, અંકર નગર મેઇન રોડ પર ૩૦૦૦ જેટલા માસ્કનું વિતરણ કર્યુ હતું.

(2:46 pm IST)