Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ઉપલા કાંઠાની શાળાઓના ટોપટેન વિદ્યાર્થીઓનું સન્માન

શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ધ્યેયથી પુરૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર ઉપલા કાંઠાના ધો. ૧૦-૧રના ટોપટેન તથા શાળા પ્રથમ આવેલ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન શિલ્ડ, પ્રમાણપત્ર તથા ગીફટ આપીને સન્માનીત કરવામાં આવેલ. સર્વે વિદ્યાર્થીઓને સ્વ. વજીબેન પરમાર તથા સ્વ. દશરથગીરી ગોસ્વામીની સ્મૃતિમાં શ્રી બેચરભાઇ પરમાર તથા પ્રેમગીરી ગોસ્વામી તરફથી શિલ્ડ આપવામાં આવેલ સર્વે વિદ્યાર્થીઓને રસૂલભાઇ ધનકોટ, શૈલેષભાઇ વોરા તથા પરિમલભાઇ પરડવા તરફથી ગીફટ આપવામાં આવેલ. સર્વે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શહેર ભા.જ.પ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, શહેર ભા.જ.પ. મહામંત્રી અને સંસ્થાના પ્રમુખ કિશોરભાઇ રાઠોડ, બ્રહ્માકુમારીઝ રેખાદિદિ, કોર્પોરેટરશ્રી પરેશભાઇ પીપળીયા, પ્રિતિબેન પનારા, મુકેશભાઇ રાદડીયા તથા દાતાશ્રી બેચરભાઇ પરમાર તથા પ્રેમગીરીજી ગોસ્વામી ઉપસ્થિત રહેલ તમામ વિદ્યાર્થીઓને માસ્કનું વિતરણ કરવામાં આવેલ કાર્યક્રમ સંચાલન નરેન્દ્રભાઇ ભાડલીયા, સ્વાગત પ્રવચન કરશનભાઇ રાઠોડ તથા આભારવિધી હરેશભાઇ પરમારે કરેલ.

(3:59 pm IST)