Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

ભાઈનો વિકલ્પ એટલે અભયભાઈ

રાજકોટઃ કૃણાલ મેમોરિયલ ટ્રસ્ટ અને લાઈફ ગ્રુપ ઓફ રાજકોટની યાદીમાં જણાવાયું છે કે ભાઈનો વિકલ્પ એટલે અભયભાઈ અમારી સંસ્થાને તેમજ અમોને આજીવન ખુબ જ માર્ગદર્શન આપતા રહ્યા. કોઈપણ સંજોગોમાં હરહંમેશ અમારી સાથે રહ્યા. જે કયારેય ભૂલી શકાય નહિ. તેઓ કાયમ અમારા દિલમાં રહેશે. પ્રભુ તેમના આત્માને ચિરઃ શાંતિ અર્પે એજ પ્રાર્થના. થોડા સમય પહેલા જ તેમની મુલાકાતની આ તસ્વીર અમોને કાયમ હૃદયસ્થ રહેશે.

(2:50 pm IST)