Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

સર્વગ્રાહી બજેટથી વિકાસયાત્રાને બમણો વેગ મળશે : મુકેશ દોશી

રાજકોટ,તા. ૪: શહેર ભાજપના પૂર્વ મંત્રી અને શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મુકેશભાઇ દોશીએ ગુજરાતના વિકાસની વણથંભી યાત્રાને વેગવંતી બનાવવાના ઇરાદા સાથે નાણામંત્રી શ્રી નીતિનભાઇ પટેલે રજૂ કરેલ.

બે લાખ યુવાનોને સરકારી નોકરી આપવાની જુની શાળાઓને હરીટેજ સ્કૂલ તરીકે વિકસાવવાની દ્વારકા, સોમનાથ, અંબાજી, સાપુતારામાં હેલીપેડ બનાવવાની, વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્ય પુસ્તક, દિવાળી, જન્માષ્ટમીના તહેવારમાં ગરીબ પરિવારને એક લીટર પામતેલ વિનામૂલ્યે આપવાની, વડનગરને પ્રવાસનધામ તરીકે વિકસાવવાની પ્રજાલક્ષી જાહેરાત થઇ છે. સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના કુશળ અને ગતીશીલ નેતૃત્વ હેઠળ ગાંધી, સરદાર, રવિશંકર મહારાજનું ગુજરાત પ્રગતિના શિખરો સર કરશે. તેમ અંતમાં મુકેશભાઇ દોશીએ જણાવ્યું છે.

(2:51 pm IST)