Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

સિવીલ કોવિડમાં દર્દીની સ્થિતી જોઇને જ દાખલ કરાશે

રાજકોટમાં કોરોના કાબુમાં લેવા કલેકટર રેમ્યામોહન દ્વારા એકશન પ્લાન અમલી : ખાનગીમાંથી સિવીલમા જવા માંગતા દર્દીઓને તાત્કાલીક સરકારી હોસ્પિટલમાં નહી ખસેડાયઃ રાજકોટ સિવિલમાં ૪ ડે. કલેકટરોની ખાસ નિમણૂંકઃ ર૭ ખાનગી હોસ્પિટલમાં ૭૮૦ બેડ ઉપલબ્ધઃ ૩ ખાસ ફરજમાં અધિકારી

રાજકોટ તા. ૪ : શહેરમાં કોરોનાની સ્થીતી બેકાબુ બની છે ત્યારે કલેકટર રેમ્યા મોહને સરકારની ગાઇડ લાઇન મુજબ એકશન પ્લાન અમલી બનાવ્યો છે. જે અંતર્ગત હવે ખાનગી હોસ્પીટલોમાંથી સિવિલ કોવિડમાં દાખલ થવા માંગતા દર્દીઓને તેઓની તબીયતની સ્થીતી જોઇનેજ દાખલ કરવા નિર્ણય લેવાયો છે.

કલેકટર કચેરીના સુત્રોના જણાવ્યા મુજબ ખાનગી હોસ્પીટલનો વધુ ચાર્જ હોઇ અનેક દર્દીઓ હવે સિવિલ કોવિડમાં સારવાર માટે જવા માંગે છે. પરંતુ જે દર્દીને ખરેખર સિવીલ હોસ્પીટલમાં લઇ જવાની જરૂર હશે તેવાનેજ સિવિલ હોસ્પીટલમાં દાખલ થવા મંજુરી અપાશે.

ઉપરાંત રાજકોટ સિવિલ કોવિડ માટે નિવૃત ડે. કલેકટર શ્રી વાઢેર, શ્રી ગોંડલિયા, શ્રી ધાંધલ એમ.૪ ખાસ  અધિકારીને નિમાયા છે. 

તેમજ શહેરમાં ૩ સી.ડી.એચ.ઓ. મુકાયા છે જેમાં ર મ્યુ.કોર્પોરેશનમાં અને ૧ જીલ્લા પંચાયતમાં મુકાયા છે.

શહેર જીલ્લાની મળી કુલ ર૭ ખાનગી હોસ્પીટલો મળી ૭૮૦ બેડ ઉપલબ્ધ છે ઉપરાંત અન્ય ત્રણ હોસ્પીટલો રિઝર્વ રખાઇ છે.

આમ હવે કોરોના સંક્રમણ વધ્યુ છે. ત્યારે રાજકોટમા તમામ સરકારી તંત્રોએ હવે કોરોના સંક્રમણ ઓછુ ફેલાય તે ઉપર ધ્યાન કેન્દ્રીત કયું છે.

(2:53 pm IST)