Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઇ-પ્રયોગ સાથે અભયભાઇને અંજલી

રાજકોટ : સૌરાષ્ટ્ર એજયુકેશન ફાઉન્ડેશન તેમજ મહાનગરપાલિકા સ્થાપિત ઓ.વે.શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે તાજેતરમાં ડો. વિક્રમ સારાભાઇની જન્મ શતાબ્દી ઉજવણી અન્વયે ઇ-પુસ્તિકાનું વિમોચન પ્રસંગે મેયર બીનાબેન આચાર્ય સાથે લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે પધારેલ અભયભાઇ ભારદ્વાજની સ્મૃતિઓને યાદ કરી શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા. અભયભાઇના આત્મ મોક્ષાર્થે ઇ-પ્રયોગ કાર્યક્રમ દરમિયાન ડો. જે. જે. રાવલ, ડો. રમેશભાઇ ભાયાણી અને સૌરાષ્ટ્ર એજયુકેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ તથા લોક વિજ્ઞાન કેન્દ્રના કર્મચારી ગણ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

(2:32 pm IST)
  • ઓવૈસીના ગઢમાં ભાજપને સરસાઈ : ગ્રેટર હૈદરાબાદ ચૂંટણીની મતગણતરી શરૂ : પ્રારંભિક વલણમાં ભાજપ 30 બેઠકો પર અને ટીઆરએસ 15 બેઠકો પર આગળ : access_time 9:37 am IST

  • ઈટાલીમાં કોરોના ગાંડોતુર બન્યો: એકાદ હજારના મોત : ઈટાલીમાં મોડી રાત સુધીમાં કોરોના નિમિતે 993 મૃત્યુ થયા છે. આજે ઇટાલીમાં સૌથી ઘાતક દિવસ નીવડ્યો હતો. access_time 11:53 pm IST

  • મોસ્કોમાં એક સાથે કોવિદ વેકિસન આપવા જબ્બર તૈયારીઓ : શનિવારથી રશિયાના મોસ્કો ખાતે સમગ્ર શહેરમાં કોવિડ વેકિસન સેન્ટરો ઉભા કરવામાં આવશે, તે સાથે જ મોસ્કોમાં એકસાથે કોરોના વેકસિન આપવાનું ભગીરથ કાર્ય હાથ ધરાશે. access_time 10:46 am IST