Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

વિશ્વાસઘાત, છેતરપીંડી અને પુર્વઆયોજીત કાવતરાથી બોગસ દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં જામીન મંજુર

રાજકોટ તા. ૪ : અમદાવાદ ગ્રામ્ય બાવળા પોલીસ સ્ટેશન સમક્ષ અશોકકુમાર ચીમનલાલ પટેલ એ વિશ્વાસઘાત, છેતરપીંડી તથા પૂર્વઆયોજનથી બોગસ દસ્તાવેજો બનાવવા અંગેની કરેલ ફરીયાદ અન્વયે રાજકોટના ભાવેશ લક્ષ્મણદાસ દરીયાનાણીની ધરપકડ થયેલ જેની તપાસ પૂર્ણ થતા રેગ્યુલર જામીન મુકત થવા મીરઝાપુર અમદાવાદના એડી.સેસન્સ જર્જ શ્રી સમક્ષ કરેલ અરજી મંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

કેસ વિગતે અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના રાસમ ગામની સીમ સર્વે નં. ૧૩ જેના નવા સર્વે નં. ૮૬૦ પૈકી ચો.મી.૮૦૦૦-૦૦ ઓદ્યૌગીક હેતુવાળી બીનખેતી જમીનના માલીકે ડેરી પ્રોજેકટ બનાવવા સલાલાહ પ્રાઇવેટ લીમેટેડના ડીરેકટરો સાથે ભાગીદારીમાં ડેરી ઉદ્યોગ તથા મેટલ સપ્લાયનો ધંધો કરવા સમજુતી થયેલ જે સમજુતી મુજબ ઉપરોકત મિલ્કત તથા  રૂ.૪૦ લાખ પુરા અન્ય ડીરેકટરો સહીત કંપનીના નામે વેચાણ દસ્તાવેજ કરી આપેલ તેમજ સમજુતી કરાર કરવામાં આવેલ જે સમજુતી કરારમાં છેકછાક કરી કંપનીના ડીરેકટરોએ અંગત લાભ લેવા કરેલ ગુન્હા ઉપરંત બાલાજી એન્ટરપ્રાઇઝના માલીક ભાવેશ લક્ષ્મણદાસ દરીયાનાણીના એ રૂ.૪ર,પ૮,૦૦૦ પુરાના મશીનરીના ઉચી કિંમતના બીલ બનાવી કંપનીને સી.સી.લોન લેવા બોગસ બીલ બનાવી મદદગારી કરવા અંગેનો બાવળા પોલીસ સ્ટેશન સમક્ષ ભારીતય દંડ સહિતનાની કલમ-૪૦૬, ૪૦૮, ૪ર૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧ર૦ (બી) મુજબના ગુન્હાના કામે આરોપી ભાવેશ લક્ષ્મણદાસ દરીયાનાણીની ધરપકડ થયેલ જેની તપાસ પુર્ણ થતા અમદાવાદ રૂરલ મીરઝાપુરના મહે.એડી.સેસન્સ જજ શ્રી એમ.પી. પુરોહીતશ્રી સમક્ષ રાજકોટના જયેન્દ્ર એચ.ગોંડલીયા (એડવોકેટ) મારફત રેગ્યુલર જામીન અરજી ગુજારતા અને સદરહું ગૂન્હા અન્વયેની હકીકત જણાવી આરોપી દ્વારા કોઇ જ ગુન્હો કરેલ નહી હોવા અંગે તથા આર્થીક લાભ મેળવવા કોઇ બોગસ દસ્તાવેજ નહી બનાવેલ હોવાનું જણાવેલ જે રજુઆતો ધ્યાને લઇ આરોપીને જામીન મુકત કરવાનો મહત્વનો હુકમ ફરમાવેલ છે. ઉપરોકત કામે અરજદાર આરોપી ભાવેશ લક્ષ્મણદાસ દરીયાનાણી વતી ગોંડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ. ગોંડલીયા, હિરેન ડી.લિબંડ, મોનિષ જોષી, કુલદિપસિંપ વાઘેલા, વિરલ વડગામા, સીરાકમુદીન એમ.સેરસીયા, કરણ ડી. કારીયા (ગઢવી), પિયુષ કોરીંગા, મૌલીક ગોધાણી, ક્રિષ્નાબેન પીઠડીયા, કાજલબેન જી. ખસમાણી, ખુશી જી. ચોટલીયા, નિરાલી કોરાટ વકીલ તથા મયુર એચ.ગોંડલીયા, રોકાયેલ હતા.

(2:36 pm IST)