Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

ગુજસીટોકના ગુનાના બે આરોપીનો પીછો કરી પકડનારા પીએસઆઇ કે.ડી. પટેલનું સન્માન

પથ્થરમારો થયો છતાં અડધો કિ.મી. પાછળ દોડ્યો

રાજકોટઃ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાયેલા ૧૧ શખ્સોની ગેંગના બે આરોપી માજીદ ભાણુ અને મુસ્તુફા ખીયાણી કુવાડવા પાસે આવ્યા હોવાની બાતમી પરથી પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ કે. ડી. પટેલ અને ડી. સ્ટાફની ટીમ ત્યાં વોચ રાખીને ઉભી હતી. એ વખતે આરોપી મુસ્તુફા કે જેને અગાઉના ગુનામાં હાજર થવાનું હતું તે અને સાથેનો માજીદ ઝપાઝપી કરી ભાગી ગયા હતાં. પીએસઆઇ પટેલ સહિતની ફિલ્મી ઢબે પીછો કરતાં તેના પર પથ્થરનો ઘા થતાં માથામાં ઇજા થઇ હતી. આમ છતાં અડધા કી.મી. સુધી દોડીને પીછો કરી  પોતાની પરવા કર્યા વગર પીએસઆઇ પટેલે હિમ્મત દાખવી બંનેને દબોચી લીધા હતાં. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ અને જેસીપી ખુરશીદ અહેમદે તેમનું સન્માન કર્યુ હતુ

(3:29 pm IST)