Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

કોરોનાનું સંક્રમણ વધ્યુ છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ૫૦ હજાર છાત્રોની પરીક્ષા લેવા ઉત્સુકઃ એનએસયુઆઈ દ્વારા પીપીઈ કીટથી વિરોધ

તાત્કાલીક પરીક્ષા મોકુફ રાખવા એનએસયુઆઈની રજૂઆતઃ આંદોલનની ચિમકી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા.૧૦ ડીસેમ્બરથી પરીક્ષા લેવાનાર છે તેનો વિરોધ કરવા આજે એનએસયુઆઈના કાર્યકર્તાઓ પીપીઈ કીટ પહેરીને રજૂઆત કરી હતી તે સમયની તસ્વીર (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૪ :. કોરોનાની મહામારી વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તા. ૧૦ ડીસેમ્બરથી ૫૦ હજાર છાત્રોની પરીક્ષા લેનાર છે તે મોકુફ રાખવા એનએસયુઆઈના કાર્યકરોએ પીપીઈ કીટ પહેરીને રજૂઆત કરી છે.

એનએસયુઆઈએ રજૂઆતમાં જણાવ્યુ છે કે કોરોનાની સ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૧૦ ડીસેમ્બરથી પરીક્ષા શરૂ થનાર છે, પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા તહેવારો બાદ કોરોનાનું સંક્રમણ વધતા રાત્રી કર્ફયુ લાદવામાં આવ્યુ છે. સામાજિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમો પણ નહી યોજવા સરકારે જાહેરનામુ બહાર પાડયુ છે. રાજકોટમાં ૧૦૦થી વધુ કોરોનાના કેસ તેમજ મૃત્યુઆંક પણ વધુ છે. આ ગંભીર સ્થિતિમાં યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ યોજવાનો નિર્ણય વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય ઉપર જોખમરૂપ સાબિત થશે.

એનએસયુઆઈ એ વધુમાં જણાવેલ કે જો યુનિવર્સિટીના સત્તાધીશો તા. ૧૦થી પરીક્ષાઓ લેવા મક્કમ હોય તો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય બાબતની જવાબદારી લેવી જોઈએ. જો પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડશે.

રજૂઆતમાં જીલ્લા પ્રમુખ રોહીતસિંહ રાજપૂત, મીત પટેલ, માનવ સોલંકી, મોહીલ ડવ, મૌલેશ મકવાણા, પાર્થ બગડા, હર્ષ આશર, મોહમદ બાવાની, હુસેનભાઈ સહિતના જોડાયા હતા.

(3:48 pm IST)
  • ઈટાલીમાં કોરોના ગાંડોતુર બન્યો: એકાદ હજારના મોત : ઈટાલીમાં મોડી રાત સુધીમાં કોરોના નિમિતે 993 મૃત્યુ થયા છે. આજે ઇટાલીમાં સૌથી ઘાતક દિવસ નીવડ્યો હતો. access_time 11:53 pm IST

  • હવે કર્ણાટક સરકાર પણ ' લવ જેહાદ ' કાનૂન લાવવાની તૈયારીમાં : ઉત્તર પ્રદેશમાં અમલી બનાવાયેલા કાનૂન મુજબ ફરજીયાત ધર્માન્તર અને લગ્ન માટે 10 વર્ષની જેલસજા તથા 50 હજાર રૂપિયાનો દંડ : હરિયાણા તથા મધ્ય પ્રદેશની સરકાર દ્વારા થઇ રહેલી વિચારણા બાદ હવે કર્ણાટક સરકાર પણ લવ જેહાદ કાનૂન લાવવા તૈયાર : હોમ મિનિસ્ટરની ઘોષણાં access_time 8:47 pm IST

  • દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારની સંખ્યા 90 લાખને પાર પહોંચી : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 9 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 29,331 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 95,64,565 થઇ :એક્ટીવ કેસ 4, 14,924 થયા : વધુ 35,536 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 90,07,247 રિકવર થયા :વધુ 416 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,39,102 થયો access_time 12:21 am IST