Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

ગોલ્ડ કોઇન રોડ પર અજવાળા પથરાયા

રાજકોટ : વોર્ડ નં. ૧૧ ના ગોલ્ડ કોઇન મેઇન રોડ, અંબીકા ટાઉનશીપ પાસે વિધાનસભા-૭૧ ના સક્રિય ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાની ગ્રાન્ટમાંથી ૨૨ થાંભલા સાથે સ્ટ્રીટ લાઇટ નાંખવામાં આવતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. આ તકે લાખાભાઇ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, વિધાનસભા -૭૧ ના ઇન્ચાર્જ રાજુભાઇ બોરીચા, મનહરભાઇ બાબરીયા, વોર્ડ પ્રમુખ સંજયભાઇ પીપળીયા, પ્રિતેશ ભુવા, ધર્મેશ સોલંકી, દીનેશ ચાંપાણી, વીનુભાઇ ઇસોટીયા, હિતેન્દ્ર ઘેટીયા, મુકેશભાઇ પંડીત, પરમારભાઇ, અર્જુનભાઇ આહીર વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્ટીટલાઇટ કામગીરી પ્રારંભ સમયની તસ્વીરો નજરે પડે છે.

(3:50 pm IST)