Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

દેવપરામાં મકાનમાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડોઃ ૮ની ધરપકડ

ભકિતનગર પોલીસનો દરોડોઃ રૂ. ૧૬ હજારની મત્તા કબ્જે

રાજકોટ તા. ૬ :.. એંસી ફુટ રોડ પર દેવપરામાં એક મકાનમાં મહિલા જૂગારધામ ચલાવતી હોવાની બાતમીના આધારે ભકિતનગર પોલીસે દરોડો પાડી જૂગાર રમતી આઠ મહિલાને પકડી લીધી હતી.

મળતી વિગત મુજબ દેવપરામાં આવેલ વ્રજરામ નામના મકાનમાં એક મહિલા જુગાર રમાડતી હોવાની બાતમી મળતા ભકિતનગર પોલીસ મથકના પીઆઇ જે. ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર. જે. કામળીયા, એએસઆઇ ફીરોજભાઇ શેખ, હેડ કોન્સ. મનરૂપગીરી, રણજીતસિંહ, સલીમભાઇ, મનિષભાઇ, દિવ્યરાજસિંહ, વાલજીભાઇ, ભાવેશભાઇ, રણજીતસિંહ જાડેજા, રાજેશભાઇ તથા હિતેન્દ્રસિંહ સહિતે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક પારૂલબેન દિનેશભાઇ લાખાણી, મનહર પ્લોટમાં આરતી એપાર્ટમેન્ટના જીજ્ઞાસાબેન ભરતભાઇ પારેખ, ગાંધીગ્રામ મોચીનગર રોડ, આરસીકે પાર્કની સામે જાગૃતિ દીપ કોમ્પ્લેક્ષના ગીતાબેન મોહનભાઇ ચૌહાણ, પુનીતનગર સામે વૃંદાવન સોસાયટીના હેતલબા નરેન્દ્રસિંહ ઝાલા, એરપોર્ટ રોડ રઘુનંદન પાર્ક સંકલ્પ એપાર્ટમેન્ટના આરતીબેન ભરતભાઇ સૂરૂ, ગોંડલ ચોકડી પુનીતનગર પાસે કવાર્ટરના દિવ્યાબા પ્રતાપસિંહ જાડેજા, ગાંધીગ્રામ એસ. કે. ચોક પાસે કૃતિ એપાર્ટમેન્ટના સોનીબેન રાજેશભાઇ હીરાણી, પેરેડાઇઝ હોલ પાસે એસીડીસી ફલેટમાં રહેતા વસંતબેન કિશોરભાઇ થડેશ્વરને પકડી લઇ રૂ. ૧૬,રપ૦ ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

(3:33 pm IST)