Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

શાસ્ત્રીનગરના ખૂણેથી 22 હજારના ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે શખ્સને પકડી લેતી શહેર ક્રાઈમ બ્રાન્ચ

રાજકોટ: શહેર વિસ્તારમાં દારૂ અને જુગારની બદી સંદતર નાબુદ કરવા રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર  પ્રવિણકુમાર મીણા સાહેબ તથા મનોહરસિંહ જાડેજા તેમજ મદદનીશ પો.કમિશ્નર ડી. વી. બસીયાએ સુચના આપી હોઇ જે અન્વયે  ડી.સી.બી. પો.સ્ટે. ના પો.સ.ઇ. એમ. વી. રબારીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે  હેડ કોન્સ. હરદેવસિંહ જાડેજા અને પો.કોન્સ. પુષ્પરાજસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે શાસ્ત્રીનગર શે.નં.૬/૧૯ના ખુણાથી આગળ રોડ ઉપરથી બે શખ્સો (૧) નિકુંજ મનસુખભાઇ લાખાણી( ઉવ.૩૦ ધંધો ઓટો પાર્ટસનો રહે. શિવધારા સોસા., ૪૦ ફુટનો રોડ, ઓમનગર ચોકડી, ખોડીયાર હોટલ પાસે, મવડીરોડ નજીક) તથા (૨) વિશાલ હરેશભાઇ યાદવ (ઉવ.૨૮ ધંધો રી.ડ્રા. રહે. રેલનગર સાધુવાસવાણીકુંજ રોડ, શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનસિપ સી/૫૦૮ રાજકોટ)ને એન્ટિક્વિટી વ્હીસ્કીની બોટલ નંગ-૪ કિરૂ. ૩૪૦૦/ (ર) રેડ લેબલ બ્લેન્ડર સ્કોચ વ્હીસ્કીની બોટલ નંગ-૧૨ કિ.રૂ. ૧૯૦૮૦ સાથે પકડી મોટર સાઇકલ હિરો હોન્ડા સ્પલેન્ડર મો.સા. પણ કબ્જે કર્યુ છે.

પીઆઇ વી.કે.ગઢવીની રાહબરીમાં પીએસઆઈ એમ.વી.રબારી તથા એ.એસ.આઇ. જયેન્દ્રસિંહ પરમાર તથા પો.હેડ કોન્સ. પ્રતાપસિંહ ડી. ઝાલા, જે.પી.મેવાડા, હરદેવસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ જાડેજા તથા એભલભાઇ બરાલીયા, પો.કોન્સ. પુષ્પરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. સોકતભાઇ ખોરમે આ કામગીરી કરી હતી.

(10:47 am IST)