Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

૮ સપ્ટેમ્બર ઓશો મહાપરિનિર્વાણ દિવસ

કાલે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે મહાપરિનિર્વાણ ધ્યાનોત્સવ- નિર્વાણ ઓશો સન્યાસીઓને હૃદયાંજલી- પુષ્પાંજલી

સરકારી ગાઈડ લાઈન પ્રમાણે મંદિરે વિશેષ કાર્યક્રમઃ મહાપરિનિર્વાણ ઉત્સવની અમેરીકાની દુર્લભ વિડીયો દર્શાવાશે

રાજકોટઃ ઓશોના સૂત્ર ઉત્સવ આમાર જાતી આનંદ આમાર ગોત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, ભજન- કિર્તન, ગીત- સંગીત વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩૫ વર્ષોથી ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતું વિશ્વનું એકમાત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે અવાર- નવાર ઉજવવામાં આવે છે.

ઓશોના પિતાજી પૂ.દાદાજી સ્વામિ દેવતિર્થ ભારતી ૮ સપ્ટેમ્બર ૧૯૭૯ના રોજ નિર્વાણ પામ્યા. જેથી કરીને ઓશો સન્યાસીઓએ ઓશોને સુચન કરેલ કે આ દિવસને પૂજય સ્વામિ દેવતીર્થભારતીને અર્પણ કરીને ઉજવવો જયારે ઓશોએ કરેલ આ દિવસ ફકત મારા પિતાજી પૂરતો સિમીત રાખીને નહી બલ્કે જે કોઈ ઓશો સન્યાસી- પ્રેમી નિર્વાણ પામ્યા હોય તેઓ બધાને આ દિવસ અર્પણ કરીને આ દિવસને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવયો. ત્યારથી ઓશો જગતમાં ૮મી સપ્ટેમ્બરને મહાપરિનિર્વાણ દિવસ ઉજવવામાં આવે છે. જેના અનુસંધાને ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે ૮ સપ્ટેમ્બરને મંગળવારના રોજ સાંજે ૬:૪૫ થી ૭:૪૫ દરમ્યાન મહાપરિનિર્વાણ ઉત્સવ, નિર્વાણ ઓશો સન્યાસી પ્રેમીઓને તથા સ્વામિ દેવતીર્થ ભારતીને હૃદયાંજલી સાથે પુષ્પાંજલી, સંધ્યા ધ્યાન, અમેરીકાની મહાપરિનિર્વાણ ઉત્સવની દુર્લભ વિડીયો દર્શાવવામાં આવશે. ઉપરોકત કાર્યક્રમ સરકારી ગાઈડ લાઈન પ્રમાણે ઉજવવામાં આવશે.

સ્થળઃ- ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રિજ પાસે, ૪ વૈદવાડી, ડી- માર્ટની શેરી રાજકોટ.

વિશેષ માહિતીઃ- સ્વામિ સત્ય પ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ મો.૯૮૨૪૮ ૮૬૦૭૦

(1:13 pm IST)