Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

વોર્ડ નં. ૬માં કોંગ્રેસના પ્રમુખ તરીકે ગોરધન મોરવાડિયા

શહેર પ્રમુખ અને પૂર્વ મેયર અશોકભાઇ ડાંગરે નિમણુંક પત્ર આપ્યો

રાજકોટ, તા. ૭ :  શહેર કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ મેયરઅશોકભાઈ ડાંગર અધ્યક્ષ સ્થાને શહેરના સામાકાંઠા વિસ્તારના વોર્ડ નં.૬ માં ૨-સદગુરૂ નગર સોસાયટી સ્થિત વિશ્વેશ્વર મહાદેવના પટાંગણમાં તા. ૨૭/ ના રોજ ચુંટણીલક્ષી ચર્ચા વિચારણા માટે કોંગ્રેસ ના કાર્યકરો-અગ્રણીઓ ની મીટીંગ મળેલ હતી ત્યારે વોર્ડ નં.૬ ના પ્રમુખ રાજુભાઈ કાપડીયાની નાદુરસ્ત તબિયતને કારણે પ્રમુખ પદની જવાબદારી માંથી મુકત કરવાની લાગણી-માંગણી વ્યકત કરવામાં આવતા કોંગ્રેસ ના વોર્ડ નં.૬ ના કાર્યકરો આગેવાનોની સર્વસહમતીથી નવા વોર્ડ પ્રમુખ તરીકે ગોરધનભાઈ મોરવાડિયાનું નામ સૂચવવામાં આવ્યું હતું  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાના આદેશ અનુસાર આજ રોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ અશોકભાઈ ડાંગર દ્વારા વોર્ડ નં.૬ ના વોર્ડ પ્રમુખ તરીકે ગોરધનભાઈ મોરવાડિયા ની નિમણુક કરવામાં આવી અને આજ રોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે ગોરધનભાઈ મોરવાડિયા ને વોર્ડ નં.૬ ના વોર્ડ પ્રમુખ અંગેનું નિમણુક પત્ર અશોકભાઈ ડાંગર દ્વારા આપવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત પૂર્વ ડેપ્યુટી મેયર મોહનભાઈ સોજીત્રા, પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા, ગોવિંદભાઈ સભાયા, અરુણભાઈ કાપડિયા, જયદેવભાઈ આહીર, હિતેશભાઈ બોરીચા, પૂર્વ વોર્ડ પ્રમુખ રાજેશભાઈ કાપડિયા, રમેશભાઈ સોજીત્રા, રવિભાઈ ડાંગર, રામભાઈ કાંબલિયા, યુંનુશભાઈ ભટ્ટી, પૂર્વ ફરિયાદ સેલ મહામંત્રી ધવલભાઈ રાવલ તેમજ રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રી ગોપાલભાઈ મોરવાડિયા, ગૌતમ મોરવાડિયા વિગેરે આગેવાનો અને વોર્ડ ના કાર્યકરો એ આ નિમણુક ને આવકારી હતી.

(4:04 pm IST)