Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

એલ.આઈ.સી. અને નાગરિક બેંકને ફરીયાદીની વિમાની રકમ વ્યાજ સાથે ચુકવવા ગ્રાહક ફોરમનો હુકમ

રાજકોટ, તા. ૮ :. રાજકોટ નાગરીક સહકારી બેંક લીમીટેડ તથા એલ.આઈ.સી. ઓફ ઈન્ડીયાએ ફરીયાદીને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના અંતર્ગત વિમાની રકમ વ્યાજ સાથે ચુકવવાનો હુકમ ગ્રાહક સુરક્ષા ફોરમે કર્યો હતો.

ફરીયાદીના પતિ ગુજરનાર પરેશભાઈ નરોતમભાઈ વાઢેરે રાજકોટ નાગરીક સહકારી બેંક મારફત રૂ. ૨૭,૦૦,૦૦૦ની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા પોલીસી એલ.આઈ.સી. ઓફ ઈન્ડીયામાંથી લીધેલ પોલીસી સમય દરમિયાન તા. ૧૮-૧૨-૨૦૧૮ના રોજ ફરીયાદીના પતિ પરેશભાઈ વાઢેર ગુજરી ગયેલ આથી ફરીયાદી ગુજરનારના પત્ની રીનલબેન વાઢેર એ રાજકોટ નાગરીક સહકારી બેંક મારફત એલ.આઈ.સી. ઓફ ઈન્ડીયામાં વિમાની રકમ મેળવવા કલેઈમ નોંધાવેલ પરંતુ રાજકોટ નાગરીક સહકારી બેંક દ્વારા તા. ૨૯-૧૧-૨૦૧૮ના રોજ પ્રિમીયમની રકમ કપાત થયેલ હોય ગુજરનાર પરેશભાઈનું કુદરતી મૃત્યુ તા. ૧૮-૧૨-૨૦૧૮ના થયેલ હોય, જે ૪૫ દિવસની અંદર હોય કલેઈમ નામંજુર કરેલ.

આથી ફરીયાદી રીનલબેન વાઢેર એ રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરીયાદીએ પોતે પાર્ટી પર્શન ફરીયાદ દાખલ કરી વળતર મેળવવા દાદ માંગેલ હતી. આ કેસમાં ફરીયાદ પક્ષે બચાવ લેવામાં આવેલ કે ગુજરનારે તા. ૩૦-૧૦-૨૦૧૮ના રોજ પોતાના બચત ખાતામાંથી પ્રિમીયમની રકમ કપાત કરવાની સંમતિ/મંજુરી બેંકને આપી દીધેલ તથા વિમાન અન્વયેનું સંમતિ તેમજ ઘોષણા ફોર્મ તા. ૩૦-૧૦-૨૦૧૮ના રોજ ભરી દીધેલ તેમ છતાં બેંકએ તા. ૩૦-૧૦-૨૦૧૮ને બદલે પુરા એક માસે તા. ૨૯-૧૧-૨૦૧૮ના રોજ પ્રિમીયમની રકમ કપાત કરી બેદરકારી દાખવેલ આથી ગુજરનારે તા. ૩૦-૧૦-૨૦૧૮ના ઘોષણા પત્ર તથા સંમતિ તેમજ પ્રિમીયમની રકમની કપાત કરવાની સત્તા આપી દેતા, એન્ટ્રી તારીખની શરૂઆત થાય છે અને આ પોલીસી ધારકનું અવસાન તા. ૧૮-૧૨-૨૦૧૮ના થયેલ આથી ૪૯ દિવસ બાદ અવસાન થયેલ હોય તેમ છતા કલેઈમ નામંજુર કરી બેંકે તથા એલ.આઈ.સી.એ સેવામાં ખામી દર્શાવેલનું સાબિત કરેલ.

આથી રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ જજ શ્રી વાય.ડી. ત્રિવેદી તથા શ્રી એ.પી. જોષી દ્વારા રાજકોટ નાગરિક બેંક તથા એલ.આઈ.સી.ને વળતર ચુકવવા માટેનો હુકમ ફરમાવેલ હતો. રાજકોટ નાગરિક બેંક તથા એલ.આઈ.સી.એ ફરીયાદીને વિમા કલેઈમની રકમ રૂ. ૨,૦૦,૦૦૦ ફરીયાદ દાખલ કર્યા તારીખથી ૮ ટકા વ્યાજ સહિત તથા માનસિક ત્રાસના વળતર પેટે રૂ. ૧૦,૦૦૦ તથા ફરીયાદ ખર્ચ પેટે ૫,૦૦૦ દિન ૩૦માં ચુકવવા હુકમ ફરમાવેલ હતો. આ કેસમાં ફરીયાદી પોતે પાર્ટી પર્શન એડવોકેટ રોશન જશાણી રોકાયેલ હતા.

(3:02 pm IST)