Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

આતરરાષ્ટ્રીય મહિલા દિને રાજકોટ મનપાની મહિલાઓને ભેટ : બીઆરટીએસ તેમજ સિટી બસમાં મહિલાઓને ફ્રી મુસાફરી

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહિલાઓ માટે મહત્વની જાહેરાત

રાજકોટ : ૮ મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે રાજકોટમાં બીઆરટીએસ તેમજ સિટી બસમાં મહિલાઓને ફ્રી મુસાફરી કરવાની જાહેરાત મનપા દ્વારા કરવામાં આવી છે.

૮ મી માર્ચના રોજ અંતરરાષ્ટ્રીય મહિલા દિનના દિવસે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહિલાઓને મોટી ભેટ આપવામાં આવી છે. જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહિલાઓ માટે મહત્વની જાહેરાત કરી છે. ત્યારે ૮ મી માર્ચના રોજ રાજકોટમાં બીઆરટીએસ તેમજ સીટી બસમાં મહિલાઓને ફ્રીમાં મુસાફરી કરવા દેવાનું નક્કી કરતા મહિલાઓમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો

(11:40 pm IST)