Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

કટારીયા ચોકડીએ જાહેરમાં હોમગાર્ડ સાથે ઝઘડો કરતા 4 શખ્સો વિરુધ્ધ બખેડાનો ગુનો દાખલ કરી આરોપીને રાજકોટ તાલુકા પોલીસે પકડ્યા: વીડિયો થયો હતો વાયરલ

રાજકોટ: શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ  તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ  તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી મનોહરસિંહ જાડેજા તથા મદદનિશ પોલીસ કમિશ્નર જે.એસ.ગેડમ  તથા એ.સી.પી. ક્રાઇમ ડી.વી.બસીયા તથા પો.ઇન્સ.  જે.વી. ધોળા સા.ના માર્ગદર્શન હેઠળ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કટારીયા ચોકડી ખાતે તા.૦૫/૦૩/૨૦૨૧ ના અમુક ઈસમો જાહેરમાં બોલાચાલી ઝઘડો કરતા હોય જે અન્વયે વાયરલ થયેલ વિડીયો અનુસંધાને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાનાભાઈ સગરામભાઈ ખાંભલા પો.કોન્સ. ટ્રાફિક શાખા વાળાએ ફરિયાદ આપેલ હોય જે રાજકોટ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૮૦૫૩ ૨૧૦૫૧૬/ર૦૦૧ ઈ.પી.કો. કલમ-૧૬૦ મુજબ ગુનો રજી. કરી નીચે જણાવેલ આરોપી સામે ધોરણસર કાર્યવાહી કરેલ છે.

આરોપીઓના નામ સરનામા.(૧) પરેશ નારણભાઈ લાંબરીયા ઉ.વ.-૨૬ ધંધો-પ્રા.નોકરી રહે-વિરડા વાજડી ગામ માદેવના મંદિર પાસે તા.જી.-રાજકોટ મો.૯૯૭૮૨ ૮૮૨૬૫ તથા નં.(૨) સંજય નારણભાઈ લાંબરીયા ઉ.વ.-૨૭ ધંધો-પશુપાલન રહે-વિરડા વાજડી ગામ મહાદેવના મંદિર પાસે તા.જી.-રાજકોટ મો.૯૮૭૯૪ ૨૦૦૪૧ તથા નં.(૩) ભરત ભાનુભાઈ ડાભી ઉ.વ.-૩૦ ધંધો-પશુપાલન રહે વિરડા વાજડી ગામ મહાદેવના મંદિર પાસે તા.જી.-રાજકોટ મો.૯૭૨૭૩ ૬૫૫૯૯ ને. (૪) દિપ રમેશભાઈ ઝાલા ઉ.વ.-૨૧ ધંધો-નોકરી રહે- નવલનગર ૩/૧૮ નો ખુણો શક્તિ દુગ્ધાલયની સામે બંધ શેરી રાજકોટ

આ કામગીરી પોલીસ ઇન્સ. જે.વી.ધોળા, પો.સ.ઈ. એન.ડી. ડામોર તથા પો.સ.ઈ. વી.એન.મોરવાડીયા તથા પો.કો. મનિષભાઈ તથા પો.કો. ધર્મરાજસિંહ તથા પો.કો. હર્ષરાજસિંહ તથા પો.કો. વિજયગિરિ સહિતે કરી હતી.

(10:48 am IST)