Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

હથિયાર, મારામારી અને દારૂના અનેક ગુનામાં સામેલ અમીત પાંડે પાસામાં ધકેલાયો

માલવીયાનગર પોલીસે વોરંટની બજવણી કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધો

રાજકોટ,તા. ૮: શહેરના અલગ અલગ વિસ્તારમાં હથિયાર, મારામારી અને વિદેશી દારૂના અનેક ગુનામાં સામેલ શખ્સને પાસાામં ધકેલી દીધો છે.

મળતી વિગત મુજબ શહેરના ક્રાઇમ બ્રાંચમાં હથિયારના તથા તાલુકા અને માલવીયાનગર પોલીસ મથકમાં ત્રણ મારામારીના ગુનામાં સંડોવાયેલા અમીત રામભાઇ પાંડે (ઉવ.૩૨) (રહે. વિશ્વનગર આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૨૧ કવાર્ટર નં. ૨૨૨૩)ને  પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના ઇન્ચાર્જ પીઆઇ આર.વાય.રાવલ તથા રાજેશભાઇ સહિતે દરખાસ્ત કરતા પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે વોરંગ ઇશ્યુ કરતા માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ કે.એન. ભુકણ, પીએસઆઇ વી.કે.ઝાલા, એએસઆઇ હરેશભાઇ રાવલ, હેડ કોન્સ.અરૂણભાઇ બાંભણીયા, મયુરભાઇ મીયાત્રા, મશરીભાઇ ભેટારીયા, કોન્સ. હરપાલસિંહ જાડેજા તથા ભાવેશભાઇ ગઢવીએ અમીત રામભાઇ પાંડેની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધો હતો. અમીત અગાઉ માલવીયાનગર અને બી ડીવીઝન પોલીસ મથકમાં વિદેશી દારૂના આઠ જેટલા ગુનામાં પકડાઇ ચૂકયો છે.

(3:19 pm IST)