Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને ફરીયાદીને ચેક રકમનું વળતર ચુકવવા હુકમ

રાજકોટ, તા.૮: ચેક રીટર્ન કેઇસમાં આરોપીને ૧ વર્ષની જેલ સજાનો હુકમ તેમજ ચેકની રકમ જેટલુ ફરીયાદીને વળતર ચુકવવાનો હુકમ અદાલતે ફરમાવેલ હતો.

આ કેઇસની વિગત એવી છે કે, રાજકોટના વેપારી અસ્‍લમભાઇ બાંભણીયા તે વેલપોક ઇન્‍ડસ્‍ટ્રીઝના પ્રોપરાઇટર ઠે.૮૦ રોડ, અજય વે-બ્રીજ પાસે, બેંક ઓફ બરોડા પાસે રાજકોટ વાળાએ આ કામના આરોપી જગદીશ ડાયાભાઇ પટેલ રહેઃ મુ.ખુજાડ, પ્‍લોટ નં.૭, પેઠાણી ટીમ્‍બર માર્ટ, કથલાલ હાઇ-વે, તાલુકોઃ દસક્રોઇ, જીલ્લોઃ અમદાવાદ વાળાને હાર્ડવેરના ઉપયોગમાં લેવાતી કોઇલ નેલ્‍સનું વેચાણ કરેલ હતુ. જે વ્‍યવહાર પેટે આરોપી જગદીશ ડાયાભાઇ પટેલે આ કામના ફરીયાદીને રૂ.૩,૩૩,૫૨૬/ની લેણી નીકળતી રકમ પેટે ચેક આપેલા હતા.

આ ચેક ફરીયાદીએ તેમની બેંકમાં કલીયરન્‍સ માટે ડીપોઝીટ કરાવતા આરોપીના ખાતામાં પુરતા નાણા ન હોવાથી ચેક ‘ફંડ ઇન શફીશ્‍યંટ'ના શેરા સાથે પરત ફરતા ફરીયાદીએ આરોપીને ડીમાંડ નોટીસ મોકલેલ. જેનો પણ આરોપીએ કોઇ જવાબ ન આપતા ફરીયાદીએ તેના ડુબેલા કાયદેસરના નાણા મેળવવા ફોજદારી રાહે રાજકોટની સ્‍પેશ્‍યલ નેગોશ્‍યેબલ કોર્ટમાં ફરીયાદ કરેલ. જે ફરીયાદમાં ફરીયાદ તરફે રજુ થયેલ લેખીત અને મૌખીક પુરાવાઓ, હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ તેમજ વકીલની દલીલને માન્‍ય રાખી કોર્ટે આરોપી જલારામ પેકર્સના માલીક જગદીશ ડાયાભાઇ પટેલને બે અલગ - અલગ કેઇસમાં ૧ વર્ષની જેલ સજા તેમજ ચેકની તમામ રકમ ફરીયાદીને આરોપીએ ૧ માસમાં ચુકવી આપવી, જો તેમ ચુકવણી કરવામાં આરોપી નિષ્‍ફળ જાય તો વધુ ૬ માસની જેલ સજાનો હુકમ કરેલ છે.

આ કામમાં ફરીયાદી તરફે એડવોકેટ ભાવિન વ્‍યાસ રોકાયેલા હતા.

(4:19 pm IST)