Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

LIC કર્મચારીઓના દેખાવોઃ ૧૮ માર્ચે હડતાલ

IOP અને પગાર સુધારણા સંદર્ભે

રાજકોટ તા. ૮ :.. જીવન વીમા સંસ્થા  એલઆઇસી ઓફ ઇન્ડીયાના કર્મચારીઓ તથા અધિકારીઓના સંગઠનો દ્વારા આજે બપોરે ર થી ર-૩૦ થી રીસેન દરમ્યાન દેશભરની એલઆઇસી કચેરીઓમાં સુત્રોચ્ચાર દ્વારા દેખાવો કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આગામી તા. ૧૮ મી માર્ચે એક દિવસીય હડતાલનું એલાન જોઇન્ટ ફ્રન્ટ દ્વારા આપવામાં આવેલ છે.

એલઆઇસીનો આઇપીઓ લાવવાના સરકારના નિર્ણયના વિરોધમાં તથા પગાર સુધારણામાં ૪૧ મહિનાથી થતા વિલંબના વિરોધમાં દેખાવો કરવાનો કાર્યક્રમ આજે યોજાયો હતો અને હવે તા. ૧૮ મીએ એક દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાલ દ્વારા સંઘર્ષને વધુ તીવ્ર બનાવવા જોઇન્ટ ફ્રન્ટે કાર્યક્રમ ઘડી કાઢેલ છે. દેખાવોના કાર્યક્રમમાં વર્ગ-૧ ના અધિકારીઓના સંગઠન ફેડરેશન ઓફ એલઆઇસી કલાસ વન ઓફીસર્સ એસોસી. વર્ગ-ર ના વિકાસ અધિકારીઓના સંગઠન (NFIFWI) વર્ગના (AIIEA) અને ફેડરેશન સહિતના સંગઠનોના સભ્યો જોડાયા હતાં.

(5:07 pm IST)