Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

હવામાં ઉડતા-ઉડતા વાદળોની વચ્ચે ડિનરની માણો મજા! :રાજકોટમાં શરુ થયું ‘સ્કાય ડાઈનિંગ’ રેસ્ટોરન્ટ

ગુજરાતની ફર્સ્ટ એડવેન્ચર રેસ્ટોરન્ટ રાજકોટમાં શરૂ: હવામાં રહીને મોકટેલ અને ડિનરની મજા માણી શકાશે

આકાશમાં ઉડતા-ઉડતા વાદળોની વચ્ચે ખાવાની મજા માણી છે?   હવે તૈયાર થઈ જાવ, આવા ખાસ રોમાંચનો આનંદ મેળવવા માટે. સ્કાય ડાઈનિંગની મજા માણવી હોય, તો રાજકોટ આવવું જ પડશે.ગુજરાતની ફર્સ્ટ એડવેન્ચર રેસ્ટોરન્ટ આજથી રાજકોટમાં શરૂ થઈ ગઈ છે. જેમાં હવામાં રહીને મોકટેલ અને ડિનરની મજા માણી શકો છો.

   સ્કાય  ડાઈનિંગમાં અલગ-અલગ સેશન દરમિયાન ખાવાનો આનંદ લઈ શકો છો. મેજિકલ મોકટેલ સેશન માટે તમારે 1,499 રૂપિયા ચૂકવવા પડશે. જેનો સમય સાંજે 5:15 થી 5:45ની વચ્ચેનો રહેશે. જ્યારે 8:15 થી 9:15 વાગ્યા સુધી સ્કાઈ ડાઈનિંગની મજા માણવા માટે તમારે 2,499 રૂપિયા ચૂકવવા પડશે.

  જો સૂર્યાસ્તની સાથે મૉકટેલની મજા માણવા માંગો છો, તો આ સેશન માટે પ્રતિ વ્યક્તિ તમારે 1,499 રૂપિયા ચૂકવવા પડશે. આ સેશનનો સમય સાંજે 6:30 થી 7 વાગ્યાની વચ્ચેનું રહેશે. જો રાત્રે તારાઓની વચ્ચે ડિનર માણવાની ઈચ્છા છે, તો આ માટે તમારે 1,499 રૂપિયા ચૂકવવા પડશે. જેનો સમય રાત્રે 9:45 થી 10:15ની વચ્ચેનો રહેશે.

  કોઈ એક સેશનના સમય દરમિયાન વધુમાં વધુ 22 લોકો એક સાથે બેસી શકે છે. સ્કાય ડાઈનિંગનું સ્ટ્રક્ચર એક હાઈ ક્વાલિટી પ્લેટફોર્મ છે. જેમાં ટેબલની ચારો તરફ 22 લોકોના બેસવાની વ્યવસ્થા છે. આ તમામ આરામ દાયક સીટોને વિમાનમાં હોય, તેવા સીટ બેલ્ટ દ્વારા સુરક્ષિત છે. જે 180 ડિગ્રી ફરી શકે છે. જો કે કોઈ મોટા ગ્રુપમાં જાવ, તો અલગ-અલગ સેશનમાં 350થી વધુ લોકો તેનો આનંદ ઉઠાવી શકે છે. આ સાથે જ મુલાકાતીઓ માટે રેસ્ટરૂમની પણ વ્યવસ્થા હશે.

આ ઉપરાંત જો સ્કાઈ  ડાઈનિંગ દરમિયાન તમારા માથા ઉપર છત રાખવા માંગશો, તો તેની પણ વ્યસ્થા કરવામાં આવશે. આટલું જ નહીં, જો સ્કાય રેસ્ટોરન્ટમાં ઠંડીનો ચમકારો અનુભવાય, તો ત્યાં ઈન્ફ્રા રેડ ટેક્નિકની મદદથી ગરમી પેદા કરવાની પણ વ્યવસ્થા હશે.

સ્કાય ડાઈનિંગમાં કોઈ પણ વયના લોકો જઈ શકે છે, પરંતુ આ માટે વજન અને ઉંચાઈનું માપદંડ રાખવામાં આવ્યું છે. આ સુવિધાની મજા માણવા માટે ઓછામાં ઓછી તમારી ઊંચાઈ 134 સેન્ટીમીટર હોવી જોઈએ, જ્યારે તમારુ વજન 150 કિલોથી વધારે ના હોવું જોઈએ

(6:29 pm IST)
  • મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ વણસ્તા 11 માર્ચથી 4 એપ્રિલ સુધી મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આંશિક લોકડાઉન કરવામાં આવશે. રોજિંદુ જીવન સવારે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી સામાન્ય રહેશે. પરંતુ અઠવાડિયાના છેલ્લા બે દિવસ શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવશે તેમ જાણવા મળે છે. access_time 11:36 pm IST

  • ૧૯૦૯માં જન્મેલ સુમતિ મોરારજી ૧૯પ૭માં શીપ ઓનર્સ એસોસીએશનના પહેલા પ્રમુખ બન્યા હતા. ૧૯૭૦માં તે વર્લ્ડ શીપીંગ ફેડેરશનના ઉપપ્રમુખ તરીકે પણ ચૂંટાયા હતા. access_time 3:01 pm IST

  • તામિલનાડુના કોઇમ્બતુરમાં એક બસ કન્ડકટર બસમાં મુસાફરી કરતા પેસેન્જરોને મફતમાં રોપાઓ વહેંચે છે. તેનું કહેવું છે કે હું ૩૪ વર્ષથી આ કામ કરૂ છું. અને મારા પગારની ૪૦ ટકા રકમ આ છોડવાઓ પાછળ વાપરૂ છું કેમ કે તે મારો પરિવાર છે. access_time 3:00 pm IST