Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

પોકસો અને મારામારીના ગુનામાં સામેલ કાળાસર ખેરડીનો જયેશ ઉર્ફે જહો પાસામાં ધકેલાયો

રાજકોટ,તા. ૮: કુવાડવા રોડ નવાગામમાં બાળા સાથે અડપલા અને ગારીડામાં મારામારી સહિતના ગુનામાં સામેલ કાળાસર ખેરડીના કોળી શખ્સને કુવાડવા રોડ પોલીસે પાસામાં ધકેલી દીધો છે.

મળતી વિગત મુજબ નવાગામ વિસ્તારમાં એક વર્ષ પહેલા બાળા સાથે અડપલા કરવાના ગુનામાં અને ગારીડા ગામમાં મારામારીના બે ગુનામાં સામેલ ચોટીલાના કાળાસર ખેરડી ગામા જયેશ ઉર્યે જહો જાદવભાઇ ધોળકીયા (ઉવ.૨૧)ને પાસામાં ધકેલવા માટે દરખાસ્ત કરવામાં આવતા પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ વોરંટ ઇશ્યુ કરતા કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એમ.સીવાળા તથા પીએસઆઇ બી.પી. મેધલાતર, હેડ કોન્સ. હિતેશભાઇ ગઢવી, અરવિંદભાઇ મકવાણા, હરેશભાઇ સારદીયા, વિરેન્દ્રસિંહ જાડેજા, સતીષભાઇ લાવડીયા, દેવેન્દ્રસિંહ જાડેજા, અને મુકેશભાઇ સબાડે જયેશ ઉર્ફે જહો ધોળકીયાને પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં ધકેલી દેવાયો હતો.

(2:52 pm IST)