Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ન્‍યારીએ અદ્યતન પીકનીક પોઇન્‍ટઃ ૧.૫ કરોડનો બનશે બગીચો

૪૦,ર૦૦ ચો.મી. વિસ્‍તારમાં લેન્‍ડ સ્‍કેપીંગ, કિડસ ઝોન, યોગા ઝોન, રેઇન ફોરેસ્‍ટ, ફુડ કોટ તથા હાઇમાસ્‍ટલાઇટ સહિતની સુવિધાઃ

કાલાવડ રોડ ઉપર આવેલ ન્‍યારી ડેમ-વાગુદડના રસ્‍તે બનનાર અદ્યતન બગીચાની ઝલક.

રાજકોટ, તા, ૯: શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલ ન્‍યારી ડેમ-વાગુદડના રસ્‍તે ૪૯ર૦ ચો.મી. વિસ્‍તારમાં ૧.પ કરોડના ખર્ચે લેન્‍ડ સ્‍કેપીંગ, કિડસ ઝોન, યોગા ઝોન સહીતની સુવિધાનો બગીચો મ્‍યુ. કોર્પોરેશન દ્વારા આકાર પામી રહયો છે.

મહાનગર પાલીકા દ્વારા નગરજનોની સુખાકારી અને સુવિધાઓના ભાગરૂપે રાજય સરકારશ્રીના સ્‍વર્ણીમ જયંતી મુખ્‍ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ તેમજ અમૃત મિશનની નાણાકીય સહાયમાંથી શહેરના પヘમિ વિસ્‍તારના નગરજનો વિગેરે તેમજ બહારથી આવતા સહેલાણીઓને હરવા-ફરવાના પ્રાકૃતીક માધ્‍યમો મળી રહે. સાથોસાથ શહેરના હૈયાત બગીચાઓમાં ભારન ઘટે તેવા આશય અને શહેરને સ્‍માંતર ભાગે હરીયાળી ઉભી થાય તે હેતુથી કાલાવડ રોડ રાજકોટ મહાનગર પાલીકા દ્વારા ન્‍યારી ડેમ વાગુદળના રસ્‍તે આવેલ તદન પથરાળ તેમજ નેચરલ ટોપોગ્રાફીના અંદાજે વિસ્‍તાર ૪૯,૨૦૦ ચો.મી. વિસ્‍તારમાં બહુહેતુક સુવિધાઓ જેમ કે અદ્યતન લેન્‍ડસ્‍કેપીંગ, કિડસ ઝોન, મેડીટેશન ઝોન, યોગાઝોન, રેઇન ફોરેસ્‍ટ થીમ, સિનેમા સીટીઝન પાર્ક, વે. પાર્ટી પ્‍લોટસ, બટરફલાઇ ઝોન, ફુડકોક વિગેરે તેમજ રેન્‍કીગ પોઇન્‍ટ વિગેરે સાથેના નવા બગીચા બનાવામાં આવશે. આ બગીચા વિસ્‍તારમાં વિવિધ જાતના અંદાજ જુદી જુદી પ્‍લોટસ વિગેરેની રપ થી ૩૦ જાતનું વાવેતર કરવામાં આવેલ છે.

આ બગીચા વિસ્‍તારમાં આમ પ્રજા વિગેરે ફરવા આવશે. ત્‍યાં નદી કાંઠાના તેમજ ડેમના ઓવર ફલોના ભાગે પ્રાકૃતિક  દર્શન માટે અજીબો બેઠક વ્‍યવસ્‍થા વગેરે સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવશે.

(3:37 pm IST)