Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ક્રિસ્ટલ મોલમાં ડિ-માર્ટમાં, પાનના ગલ્લા અને ટી-સ્ટોલ બહાર સોશિયલ ડીસ્ટન્સનો અભાવઃ પ૯ લોકો પકડાયા

રાજકોટ તા. ૯: શહેરમાં કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેરનામાના અમલ માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે જેમાં ગઇકાલે અલગ-અલગ વિસ્તારમાં માસ્ક પહેર્યા વગર નિકળનારા ૯, દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનારા વેપારી ૧૭, કન્ટેઇનમેન્ટ ઝોન અને કોરન્ટાઇન કરાયેલા ૮ સહિત પ૯ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

એ ડીવીઝન પોલીસે યાજ્ઞીક રોડ પરથી માસ્ક પહેર્યા વગર નિકળેલા સાબીદ અબ્દુલભાઇ કાલાવડીયા, જયુબેલી ચોક પાસેથી વિજય સુધીરભાઇ ડોડીયા, લોધીકાવડ ચોક પાસેથી લખન રાજેશભાઇ પુરૂષવાણી, દીપ રાજેશભાઇ મહેતા, તથા બી ડીવીઝન પોલીસે પેડક રોડ પર કેયુર પાર્ક શેરી નં. ૩ કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી વિનુ પુનાભાઇ કીયાડા, ભગવતીપરા મેઇન રોડ પરથી બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા અશરફ ઇબ્રાહીમભાઇ કુરેશી, ભગવતીપરા મેઇન રોડ પરથી રીક્ષા ચાલક રસુલ હુસેનભાઇ શાહમદાર, શીવમનગર મેઇન રોડ પર શેરી નં. ૩ માં કર્મયોગી પાન સેન્ટર નામની દુકાન પાસે છ ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર વેપારી રવી ભાનુભાઇ કુંગશીયા તથા ભકિતનગર પોલીસે હરભોલે ચોક પાસેથી બાલાજી ડીલકસ પાન દુકાન પાસે ગ્રાહકો એકઠા કરનાર કિશોર કરણાભાઇ જળુ તથા ભકિતનગર પોલીસે કોરન્ટાઇન વિસ્તાર સહકાર મેઇન રોડ પર જમનાનગર-પ માંથી વિજય નરશીભાઇ ટાંક, સહકાર મેઇન રોડ ન્યુ મેઘાણીનગર-પ માંથી વજુ વિઠ્ઠલભાઇ પરમાર તથા આજીડેમ પોલીસે કોઠારિયા ગામ પાસેથી રીક્ષા ચાલક અશોક ત્રિકમભાઇ ગોંડલીયા, સંજય પરસોતમભાઇ ચાવડા, ગોંડલ રોડ ચોકડી પાસેથી હાર્દીક જયંતીભાઇ નિમાવત, રીક્ષા ચાલક પરેશ હેમંતભાઇ સરવૈયા, કોઠારિયા ચોકડી પાસેથી કનુ રાણાભાઇ બાલાસરા તથા માલવીયાનગર પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન માયાણીનગર મેઇન રોડ પરથી જીજ્ઞેશ તુલશીભાઇ બકોરી, ગીતાનગરમાંથી બાઇક પર ત્રીપલ સવારી નીકળનારા વનરાજ બદરૂભાઇ વાળા, ધર્મેશ દિનેશભાઇ બગદડીયા, હીતેષ ભીખુભાઇ મકવાણા, માલવીયાનગર કોલેજ પાછળથી ચુનીલાલ હીરાલાલભાઇ જરીયા, મુકેશ ગણેશભાઇ જરીયા, કૃષ્ણનગર મેઇન રોડ પરથી ધવલ છગનભાઇ સોરઠીયા, મવડી મેઇન રોડ મવડી ચોકડી પાસેથી શીવમ પાન દુકાન પાસે ગ્રાહકો એકઠા કરનાર ભાવેશ રાઘવભાઇ કોડીનારીયા કન્ટેઇનમેન્ટ ઝોન મનહર પ્લોટ બ્લોક નં. ૬ માંથી વિવેક ધનુભાઇ ગઢીયા કૃષ્ણનગર મેઇન રોડ પર શ્રી હરી ટ્રેડીંગ સેલ્સ એજન્સી પાસે ગ્રાહકો એકઠા કરનારા મનોજ વિઠ્ઠલભાઇ ભાલોડીયા, તથા પ્ર.નગર પોલીસે સદર બજાર મેઇન રોડ પરથી બાઇક પર ત્રીપલ સવારી નીકળનાર ધનરાજ રઘુભાઇ સભાડ, જામનગર રોડ જામ ટાવર ચોક પાસેથી રીક્ષા ચાલક સલીમ આદમભાઇ જુણેજા, બહુમાળી ભવન ચોક પાસેથી રીક્ષા ચાલક હનીફ ઉમરભાઇ ઉમરેટીયા, લીમડા ચોક પાસે રાયકા ટેલીકોમ નામની દુકાનમાં ગ્રાહકો એકઠા કરનાર પ્રાગારામ કેસરારામ ખાંભલા, તથા ગાંધીગ્રામ પોલીસે રૈયા ચોકડી પાસે ગોકુલ પાન નામની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર મુન્ના મંગાભાઇ જાદવ, ડીલકસ પાન નામની દુકાન ધરાવતા નવધણ ભવાનભાઇ ગાંગડીયા, ગેલેકસી પાન એન્ડ સોડા નામની દુકાન ધરાવતા દિપક અમૃતભાઇ પાડલીયા, મોમાઇ ટી સ્ટોલ ચલાવતા લાલા લખમણભાઇ ધોળકીયા, ક્રીષ્ના ડીલકસ પાન નામની દુકાન ધરાવતા આશીષ ભુપેન્દ્રભાઇ ગઢવી, રૈયા રોડ પર શ્રી બાલાજી પાણીપુરી એન્ડ સ્ટીમ ઢોકળા દુકાનમાં ગ્રાહકો વચ્ચે સોસ્યલ ડીસ્ટન્સ ન જાળવનારા પ્રકાશ કૈલાશભાઇ નૈનુજી, હનુમાનમઢી પાસે કૌશર બેકરી ધરાવતા અસરફ યુસુફભાઇ પઠાણ, કન્ટેઇનમેન્ટ ઝોન રૈયા રોડ વૈશાલીનગરમાંથી તાજદીન રાજાણી તથા તાલુકા પોલીસે ૪૦ ફુટ રોડ ઓમનગરમાંથી માધવ ડીલકસ પાન નામની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર રામ વિક્રમભાઇ ભેદરડા, કન્ટેઇનમેન્ટ ઝોન શ્રીનાથજી પાર્ક-ર માં કોરન્ટાઇન કરાયેલા ભુપત હરીભાઇ ગજજર, કાલાવડ રોડ તાલુકા પોલીસ સ્ટેશન પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નીકળનાર વિજય સવદાસભાઇ ચાવડા, કેવલ દુદાભાઇ માયાણી, અરજણ રાણાભાઇ આંબલીયા, કન્ટેઇનમેન્ટ ઝોન મવડી કણકોટ રોડ પર શ્યામલ ચાર રસ્તા પરથી મનસુખભાઇ અંબાભાઇ સાવલીયા, ન્યુ ૧પ૦ ફુટ રીંગ રોડ ઠાકર ચોક ઇંડાની લારી પાસે ગ્રાહકો એકઠા કરનાર ઇરફાન હુસેનભાઇ સોલંકી, કણકોટ રોડ વગળ ચોક મોમાઇ ટી સ્ટોલ નામની કેબીન ચલાવતા જયેશ દીનેશભાઇ સેરશીયા, ૮૦ ફુટ રોડ નાગદાદા પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાન ધરાવતા અમીન ગફારભાઇ ડેલા, શ્યામલ ચાર રસ્તા પાસેથી હબીબ ઇબ્રાહીમભાઇ પીલુડીયા, બાપા સીતારામ બાયપાસ રોડ પરથી ભાર્ગવ અશોકભાઇ કાકડીયા, કેકેવી ચોક પાસેથી ચીરાગ શૈલેષભાઇ વાડોદરીયા, તથા યુનિવર્સિટી પોલીસે કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ ડી માર્ટમાં ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન બજાવનાર રીતેશ સંતોષભાઇ મિશ્રા, પરિમલ સ્કુલની સામે શકતી હોટલમાં ગ્રાહકો એકઠા કરનાર ભરત ભાયાભાઇ ગમારા, બાલાજી ફેશન નામની દુકાન ધરાવતા મહેશ ખેમચંદભાઇ રામવાણી, સાધુ વાસવાણી રોડ નક્ષત્ર ચોકમાંથી કાર ચાલક જીગર દિનેશભાઇ મોલીયા, કન્ટેઇનમેન્ટ ઝોન રાધાપાર્ક બી-૧ ગ્રાઉન્ડ ફલોર નં. ર માંથી સંજય હરજીવનભાઇ કેસરીયા, સંતોષનગર મેઇન રોડ પર અતુલ્યમ હાઇટ્સ ફલેટ નં. ૧૦૪ માં કોરોન્ટાઇન કરેલ તેજસ મનીષભાઇ જાની, કાલાવડ રોડ આત્મીય કોલેજની સામે નિલકંઠ પાન એન્ડ કોલ્ડ્રીંકસ દુકાન ધરાવતા શૈલેષ પરસોતમભાઇ પટેલ અને પુષ્કરધામ મેઇન રોડ શીવાલીંક-ર માં મહાદેવ શાકભાજી નામની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર જગદીશ ખીમનદાસ રોહેડાની ધરપકડ કરી હતી.

(3:51 pm IST)